Advertisement
Author: નોબત સમાચાર

ખારવા ચકલામાં ધમધમતો ક્રિકેટનો ડબ્બો પકડાયોઃ નવના નામ ખૂલ્યા

ખંભાળિયા નાકા પાસેથી સટ્ટાબાજની ધરપકડઃ

જામનગર તા.૧૩ ઃ જામનગરના ખારવા ચકલામાં આવેલા એક મકાનમાં ગઈ રાત્રે એલસીબીએ દરોડો પાડી એક શખ્સને ક્રિકેટનો સટ્ટો રમાડતો પકડી પાડ્યો છે. આ શખ્સે બુકીનું નામ તથા નવ પન્ટરના નામ આપ્યા છે. રૃપિયા અડધા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે ખંભાળિયા નાકા પાસેથી એક શખ્સ સટ્ટો રમતો ઝડપાઈ ગયો છે.

જામનગરના ખારવા ચકલા વિસ્તારમાં આવેલી ટાંક ફળીમાં એક શખ્સ આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી એલસીબીના શિવભદ્રસિંહ, ફિરોઝ ખફી, હરદીપ ધાધલને મળતા તેના પરથી ગઈકાલે રાત્રે એલસીબીના સ્ટાફે ત્યાં આવેલા પ્રવીણ ભાણજીભાઈ સોનેરી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ શખ્સ પોતાના ઘરમાં ગઈકાલની મેચનું ટીવી પરથી પ્રસારણ નિહાળી મોબાઈલ પર પોતાના ગ્રાહકો સાથે વાતચીત કરી રનફેર સહિતનો જુગાર રમતો મળી આવ્યો હતો.

એલસીબીએ પ્રવીણ સોનેરીની અટકાયત કરી રૃા.૩૧,૭૦૦ રોકડા, ચાર મોબાઈલ, ટીવી, સેટટોપ બોક્સ મળી કુલ રૃા.૫૪,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સ પાસેથી કપાત લેતાં બાબુલીયા નામના શખ્સના મોબાઈલ નંબર તેમજ આઠ પન્ટરના નામ મળ્યા છે. ધોળકીયા, રાજુ મારાજનો દીકરો, શૈલેષ, વલ્લભ કોળી, દિલીપ, જયલો, હિતેશ મેડિકલ, સુનિલ જુંગીના નામ મેળવી એલસીબીએ તમામ દસ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ખંભાળિયા નાકા પાસે આવેલી એક હોટલ નજીક ઉભા રહી ગઈકાલે રાત્રે આઈપીએલની મેચ પર સટ્ટો રમતા મેહુલ વિષ્ણુભાઈ ચાંદ્રા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સે પોતાની પાસેથી કપાત લેતા લખન ભદ્રાનું નામ આપ્યું છે. પોલીસે રોકડ તથા મોબાઈલ રૃા.૯,૪૫૦નો મુદ્દામાલ કબજે લીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh