Advertisement
Author: નોબત સમાચાર

જામવંથલી પછી હવે વિરમગામ-ઓખા ટ્રેન માટે આંદોલનના ભણકારા

ભાજપના શાસનમાં આંદોલનો ભૂતકાળ બન્યા હોવાના દાવા પોકળ

દ્વારકા તા. ૧૩ ઃ આંદોલનો ભાજપના શાસનમાં ભૂતકાળ બની ગયા છે. તેવા દાવા પોકળ ઠર્યા છે. રેલવે સામે જામવંથલી પછી હવે દ્વારકા વિસ્તારની ગરીબોના રથ સમાન વિરમગામ-ઓખા ટ્રેન માટે પણ આંદોલન થશે. તેવા સંકેતો મળી રહ્યા છે.

દેશમાં કોરોના કાળમાં રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ ટ્રેનો ફરીથી શરૃ કરવા આંદોલનનો શરૃ થયા છે. ત્યારે દ્વારકા-વિરમગામ વચ્ચે ત્રણ દાયકાથી ચાલતી ઓખા-વિરમગામ ટ્રેન જે ગરીબો તથા બીમાર દર્દીઓ માટે ગરીબ રથ સમાન છે તેને શરૃ કરવા વારંવારની રજુઆતો છતાં રેલવેતંત્ર પ્રયાસ શરૃ ન કરાતા હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા,ભાટીયા, દ્વારકા, ઓખા અને બેટ દ્વારકામાંથી આંદોલનના સુર સાથે વિરોધ વ્યકત થયો છે એક તરફ રેલવે તંત્ર વધુને વધુ સગવડતાઓ દ્વારકા-ઓખાના રેલવે સ્ટેશન ઉપર ઊભી કરી રહી છે, ત્યારે આ વિસ્તારની મહાત્વાકાંક્ષી આ ટ્રેનને શા માટે શરૃ કરવામાં આવતી નથી.

ટૂંક સમયમાં જો આ ટ્રેન શરૃ કરવા માટેની જાહેરાત નહીં થાય તો દ્વારકા યાત્રાધામમાંથી સૌરાષ્ટ્રવ્યાપી આંદોલન કરવાનું અને તેમાં દ્વારકાની દરેક સામાજિક, ધાર્મિક, વેપારી અને સંસ્થાઓને સાથે જોડીને એક ન વિચારવામાં આવેલું આંદોલન શરૃ થાય તો નવાઈ નહીં રહે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh