Advertisement
Author: નોબત સમાચાર

નગરની સુમેર ક્લબમાં જાણીતા યુવા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધી દ્વારા હ્ય્દય વિષયક માર્ગદર્શન અ૫ાયું

"હ્ય્દય સ્વાસ્થ્યઃ માન્યતા અને વાસ્તવિકતા" ના વિષય પર ઉપયોગી માહિતી અપાઈ

જામનગર તા. ૧૩ (તોરલ ઝવેરી દ્વારા)ઃ જામનગરના જાણીતા યુવા કાર્ડિયોલોજીસ્ટ ડો. ગૌરવ ગાંધી (એમડી-મેડિસીન, ડીએમ-કાર્ડિયોલોજી, બરોડા હાર્ટ સેન્ટર, શારદા હોસ્પિટલ) દ્વારા તા. ૯-૪-ર૦ર૩, ના સાંજે સુમેર ક્લબમાં એક વિશેષ કાર્યક્રમમાં હ્ય્દયની સ્વસ્થતા અંગે અગત્યની માહિતીઓ અને માર્ગદર્શન આ૫વામાં આવ્યું હતું.

ડો. ગૌરવ ગાંધીએ અત્યાર સુધીમાં ૧૬,૦૦૦ જેટલી વિવિધ પ્રકારની હ્ય્દયની સારવાર તથા સર્જરી કરેલી છે. તેમના આ બહોળા અનુભવને વ્યક્ત કરતા હ્ય્દયની બીમારીઓ અને સાવચેતીના પગલા જીવનને જવાબદારીપૂર્વક જીવવાની એક કળા છે તે વિષેની રસપ્રદ માહિતી તેમણે આપી હતી.

હ્ય્દયની નળીઓમાં બ્લોકેજ ન હોય (પરંતુ નળી કોઈ કારણોસર દબાતી હોય), ઓછી માત્રામાં બ્લોકેજ હોય અને ૮૦ થી ૯૦ ટકા જેટલું બ્લોકેજ એટલે, હ્ય્દયરોગના હુમલાની સ્થિતિ આમ, ત્રણ પ્રકારે હ્ય્દયની મુખ્ય બીમારી મોટા ભાગે જોવા મળે છે.

છાતીમાં દુઃખાવો થવો, થાક લાગો અને ખૂબ શ્વાસ ચઢવો આ હ્ય્દય રોગના લક્ષણો છે. યુવાન વયથી માંડી વૃદ્ધાવસ્થા સુધી તમામને આ બાબત લાગુ પડે છે. પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળે છે કે, નાની વય હોય અને ખંભામાં સતત દુઃખાવો રહેતો હોય અથવા ૬૦ વર્ષની ઉપરની ઉંમર હોય તેને છાતીમાં દુખતું ન હોય પણ માત્ર હાંફ ચઢી જતો હોય આ વિશેષ લક્ષણો પણ હ્યદયની બીમારીનો સંકેત આપે છે.

હ્ય્દય રોગના નિદાનમાં ઈસીજી દ્વારા હ્ય્દય રોગના હુમલાની માહિતી મળે છે. જ્યારે ઈકોકાર્ડિયોગ્રાફીમાં હ્ય્દયના નુકસાન, હુમલાની તીવ્રતા જોઈ શકાય છે. ટીએમટી (ટ્રેડ મીલ ટેસ્ટ) થી હ્ય્દયમાં ૮૦ થી ૯૦ ટકા જેટલા બ્લોકેજની માહિતી મળે છે અને એન્જિયોગ્રાફીથી હ્ય્દયમાં કોઈપણ પ્રકારે લોહી ઓછું પહોંચતું હોય તો તેની પણ તપાસ શક્ય બને છે.

ઈસીજી અને ઈકોકાર્ડિયોગ્રાફી કરી લઈએ પછી ટીએમટી કે એન્જિયોગ્રાફીની જરૃરિયાત નથી એ ગેરમાન્યતા છે. પરંતુ ઈમરજન્સી કેસમાં ઈસીજી અને ઈકોકાર્ડિયોગ્રાફીથી હ્ય્દય રોગનો હુમલો થોડા સમયાં આવ્યો હોય તો તેની ત્વરિત જાણકારી મળે છે તેથી પાયાના નિદાનમાં તે મહત્ત્વનું બની રહે છે. હ્ય્દયની મુખ્ય નળી (ધોરી નસ) માં બ્લોકેજનું પ્રમાણ જોઈને તથા અન્ય બે નળીઓની સ્થિતિ મુજબ બાયપાસની સલાહ તબીબી દ્વારા આપવામાં આવે છે.

એવી ગેરમાન્યતા જોવા મળે છે કે, એન્જિયોગ્રાફી કરાવીએ એટલે કંઈક તો આવે જ એ બાબત સાચી નથી. યુવાન હોય કે ૮૦ વર્ષથી ઉપરની વ્યક્તિ તમામ વયજૂથ આ પ્રક્રિયાથી હ્ય્દયની તંદુરસ્તી જાણી શકે છે.

યુવાનો વ્યસન કરતા હોય તેમણે નળીમાં બ્લોકેજ ન હોય તે સંજોગોમાં પણ ધ્રુમાપનને લીધે હ્ય્દયને લોહી પહોંચાડતી નળીમાં દબાણ આવતા સ્પાસ્મ (એસપીએએસએમ) ની પરિસ્થિતિ સર્જાય એટલે કે, નળી દબાય તો પણ હ્ય્દય રોગનો હુમલો આવી શકે છે. આ ઉપરાંત હ્ય્દયની વારસાગત બીમારી હોય, ડાયાબિટીસ, બીપી, નળીઓમાં બિલકુલ અવરોધ ન હોય અથવા ઓછો હોય તો પણ હ્ય્દય રોગના હુમલાની શક્યતા નકારી શકાય નહીં.

આમ, હ્ય્દયને દુરસ્ત રાખવા, તણાવ-ચિતાંથી શક્ય તેટલી દૂરી, નિયમિત ચાલવું, દોડવું, સાયકલીંગ કે સ્વિમીંગ જેવી કસરત, વ્યસનોથી દૂરી તથા સાત્ત્વિક ભોજન આ તમામ બાબતો મૂળભૂત ઉપાય છે. હ્ય્દયના સ્વાસ્થ્યના આ માહિતીસભર કાર્યક્રમમાં સુમેર ક્લબના કારોબારી સદસ્ય કેતનભાઈ બદિયાણીએ સુમેર ક્લબ તરફથી ડો. ગૌરવ ગાંધીનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યુ હતું. પ્રમુખ રાજુભાઈ શેઠ, માનદમંત્રી ધીરેનભાઈ ગલૈયા, માનદમંત્રી જયેશ મહેતા સહિત સદસ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, જામનગર શારદા હોસ્પિટલ, બરોડા હાર્ટ સેન્ટરના યુનિટ હેડ ડો. જાનકી થાનકી તથા સમગ્ર સ્ટાફ હાજરી રહ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh