Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોરીવાવ નજીકથી બે શખ્સ બોટલ સાથે ઝબ્બેઃ
જામનગર તા.૧૩ ઃ જામનગરના સુભાષબ્રિજ પાસેથી એલસીબીએ એક શખ્સને શરાબની હેરાફેરી કરતો પકડ્યો છે. તેના કબજામાંથી નાની મોટી બૌતેર બોટલ મળી આવી છે. આ શખ્સે જથ્થો મંગાવનાર શખ્સનું નામ આપ્યું છે. જ્યારે ધોરીવાવ પાસેથી નગરના બે શખ્સ શરાબની એક બોટલ સાથે ઝડપાઈ ગયા છે.
જામનગરના સુભાષબ્રિજ પાસે એક શખ્સ મોટર સાયકલમાં અંગ્રેજી શરાબની હેરાફેરી કરતો હોવાની બાતમી એલસીબીના શિવભદ્રસિંહ, ફિરોઝ ખફી, હરદીપ ધાધલને મળતા પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ એસ.પી. ગોહિલ, આર.કે. કરમટા, પી.એન. મોરીના વડપણ હેઠળ સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન ત્યાંથી બાઈક પર નીકળેલા મહેશ્વરીનગર વાળા વિજય કરશનભાઈ ડગરા નામના શખ્સને રોકાવી તેની તલાશી લેવાતા આ શખ્સના કબજામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બૌતેર બોટલ મળી આવી હતી. એલસીબીએ બોટલ, બાઈક તથા એક મોબાઈલ મળી કુલ રૃા.૫૧,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ જથ્થો અશોક પરમાર નામના શખ્સે મંગાવ્યો હોવાની કબૂલાત મળી છે. બંને સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જામનગરથી ધોરીવાવ જવાના માર્ગ પરથી ગઈકાલે રાત્રે પસાર થતાં ગુલાબનગર નજીકની મધુરમ રેસીડેન્સીમાં રહેતા માનવ ભરતભાઈ રાઠોડ તથા ભીમવાસ પાસે રહેતા દિલીપ વાઘેલા નામના બે શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા આ શખ્સોના કબજામાંથી શરાબની બોટલ મળી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag