Advertisement
Author: નોબત સમાચાર

જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર સુપર દ્વારા જાયન્ટસ વિકની ઉજવણી

જામનગર તા. ર૫ઃ જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર સુપર દ્વારા જાયન્ટસ વીકની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યા હતાં. જેમાં લીમડાલેનમાં આવેલા પાંજરાપોળમાં ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના પ્રોજેકટ ડાયરેકટર મધુસુદનભાઈ વ્યાસ હતાં. મધુસુદનભાઈ વ્યાસ અને ઉપેન્દ્રભાઈ વ્યાસ દ્વારા શિશુ વિહાર હિન્દી સ્કૂલમાં યોગ તાલીમ માટે ટીચર રાખવામાં આવ્યા હતાં. આ સાથે મેરા દેશ, મેરી મિટ્ઠી પર કાવ્ય અને ગીતાજીના શ્લોકનું હિન્દીમાં ભાષાંતર કરવા જેવી સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. આ સ્પર્ધાના પ્રોજેકટ ડાયરેકટર વિજયભાઈ ભટ્ટ હતાં.

ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટમાં ટિફિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના પ્રોજેકટ ડાયરેકટર જીતેન્દ્રભાઈ જોશી હતાં. દિગ્જામ વુલન મિલ પ્રા.શાળામાં શબ્દ લેખન, લંગડી દોડ, દોરડા કુદ, સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા બનનારને ઈનામો આપવામાં આવ્યા હતાં. જેના પ્રોજેકટ ડાયરેકટર અલ્કાબેન ઠાકર, ભાવનાબેન ઠાકર, તથા બેલાબેન વ્યાસ હતાં. આ પ્રોજેકટો દરમિયાન પ્રમુખ નરેન્દ્રભાઈ ત્રિવેદી, વીક ચેરમેન મધુસુદન વ્યાસ, વીક ઈન્ચાર્જ ઉપેન્દ્રભાઈ વ્યાસ, ડી.એ. ભરત વ્યાસ,  જીતેન્દ્ર જોશી, જયેશભાઈ પુરોહિત, વિજયભાઈ ભટ્ટ, કમલેશભાઈ વ્યાસ, બેલાબેન વ્યાસ, ભાવનાબેન ઠાકર, અલ્કાબેન ઠાકર, આસીતભાઈ ઝવેરી, પ્રિન્સીપાલ રાજેશભાઈ બારોટ, ગોવિંદભાઈ ચાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh