Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫ઃ જામનગરના દિગ્જામ સર્કલ પાસે આંબેડકર બ્રિજથી વામ્બે આવાસ વચ્ચેના રોડ પર આજે સવારે એક યુવાનને ત્રણ શખ્સે રોકી દારૃ પીવાના પૈસા માગ્યા પછી હુમલો કરી ખિસ્સામાંથી રૃા.૨૦ હજાર રોકડા લૂંટી લીધા હતા.
જામનગરના દિગ્જામ વુલન મીલ વિસ્તારમાંથી આજે સવારે પસાર થઈ રહેલા બાવરીયા ગામના પ્રદીપભાઈ કારાભાઈ પઢીયાર નામના યુવાનને વામ્બે આવાસ રોડ પાસે ત્રણ શખ્સે રોક્યા હતા.
આ શખ્સોએ દારૃ પીવા માટે પૈસા આપવાનું કહેતા પ્રદીપભાઈએ પૈસા આપવાની ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા આ શખ્સોએ તેમના પર હુમલો કરી માર માર્યાે હતો અને તેમના ખિસ્સામાંથી રૃા.૨૦ હજાર રોકડા લૂંટી લીધા હતા. ઈજાગ્રસ્તને ૧૦૮ મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial