Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોના ઉપક્રમે મેરેથોન 'રન ફોર ફન' સ્પર્ધામાં મોટી સંખ્યામાં નગરજનો દોડ્યા

પ્રિ-વાયબ્રન્ટ એક્ટિવિટી હેઠળ યોજાયેલી આ સ્પર્ધા તળાવની પાળેથી પ્રસ્થાનઃ મહાનુભાવો જોડાયા

પ્રિ-વાઈબ્રન્ટ એક્ટિવિટીના ભાગ રૃપે જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રવિવારે મેરેથોન રન ફોર ફનનું આયોજન થયું હતું. જેમાં અસંખ્યા નગરજનો જોડાયા હતાં. ગુજરાત સરકારની વાઈબ્રન્ટ સમિટને ર૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી પ્રિ-વાઈબ્રન્ટ એક્ટિવિટી અંતર્ગત જામનગર મહાનગરપાલિકા, જામનગર સાયક્લીંગ ક્લબ, જેસીસી અને ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેરોથોન રન ફોર ફન દોડનું તા. ર૪ અને રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેને આગેવાનોએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ર૦ કિ.મી.ની દોડમાં ર૦૦, ૧૩ કિ.મી. દોડમાં પ૦૦ અને પાંચ કિ.મી.ની દોડમાં ૧ર૦૦ થી ૧પ૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધકોને સર્ટીફિકેટ તથા ટી-શર્ટ આપવામાં આવ્યા હતાં. આ દોડમાં નેવી, આર્મી, એનસીસી, હોમગાર્ડઝ, પોલીસના જવાનો તથા રાજ્ય યોગ બોર્ડના ટ્રેનરો, સાધકો, નગરના બાળકો ભાઈ-બહેનો વગેરે જોડાયા હતાં. મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, દંડક કેતન નાખવા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ઈન્ચાર્જ ડીએમસી ભાવેશ જાની, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન જીતેશ શિંગાળા, ર૭ ગુજરાત બટાલિયનના કેપ્ટન પ્રભાંશુ અવસ્થી (હરિયા કોલેજ) યોગ બોર્ડના સૌ. ઝોનના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન શુક્લ, કોર્પોરેટરો ડીમ્પલબેન રાવલ, સરોજબેન વિરાણી, હર્ષાબા જાડેજા, પાર્થ કોટિયા, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે પણ જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કો-ઓર્ડિનેટર અને નાયબ ઈજનેર અનિલ ભટ્ટ તથા ઉર્મિલ દેસાઈએ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh