Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મહિલા સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૨૫ઃ જોડિયામાં શનિવારે ચેકીંગ માટે ગયેલા વીજ કંપનીના અધિકારી-કર્મચારીઓ સાથે બે મહિલા સહિત ચાર વ્યક્તિએ ઝપાઝપી કરી ઈજનેરને ફડાકો ઝીંકી દીધો હતો. ફરજમાં રૃકાવટ કરવા અંગે ચારેય સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જોડિયા શહેરમાં આવેલા મોટાવાસમાં શનિવારે સવારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જુનિયર એન્જિનિયરની ફરજ બજાવતા હાર્દિકભાઈ રમેશભાઈ ચાંદ્રા તથા અન્ય વીજ કર્મચારીઓ વીજ ચેકિંગ માટે ગયા હતા.
આ વેળાએ ત્યાં આવેલા શબ્બીર ઓસમાણ ભગાડ નામના આસામીના મકાનમાં તેઓએ ચેકિંગ કરતા મકાન માલિક શબ્બીર તેમજ ફારૃક અલાયા સાઈચા, ફાતમાબેન આમદભાઈ પલેજા તથા આયશાબેન ફિરોજભાઈ સાયચાએ ગાળો ભાંડી વીજ કંપનીના કર્મચારીઓની ફરજમાં રૃકાવટ કરી હતી અને ઝપાઝપી કરી હતી. આ વેળાએ ચારે વ્યક્તિઓએ જુનિયર એન્જિનિયરને ફડાકો માર્યાે હતો. એન્જિનિયર હાર્દિકભાઈ ચાંદ્રાએ પોતાની ફરજમાં રૃકાવટ કરવા અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial