Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રે અને વહેલી સારે ઠંડક વચ્ચે
જામનગર તા. રપઃ જામનગરમાં વાદળોના જમાવડાના પગલે ત્રણેક દિવસ ધાબળિયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ રવિવારે સમગ્ર દિવસ દરમિયાન આકાશ સાફ રહેતા સૂર્યપ્રકાશ જમીન પર પડ્યો હતો. સૂર્યપ્રકાશ રહેતા દિવસ દરમિયાન ઠંડીમાં ઘટાડો થયો હતો. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ર૮ ડીગ્રી અને લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે રાતથી લઈને સવાર સુધી વધારે ઠંડી અનુભવાઈ હતી. જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial