Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫ઃ જામનગરની બોમ્બે દવાબજાર કોલોનીમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની પુત્રી ચારેક દિવસ પહેલાં પોતાના ઘરેથી ક્યાંક ચાલી ગયાની પોલીસમાં જાણ કરવામાં આવી છે. પોલીસે આ યુવતીનું વર્ણન, ફોટો મેળવી તપાસ હાથ ધરી છે.
જામનગરના અંધાશ્રમ પાસે આવેલી બોમ્બે દવા બજાર કોલોનીમાં રહેતા અને કલરકામ કરતા રાહુલભાઈ સુધાકરભાઈ ધવને નામના મહારાષ્ટ્રીયન પ્રૌઢની અઢાર વર્ષની પુત્રી મેઘનાબેન ઉર્ફે મેઘા ગયા ગુરૃવારે સવારે પોણા સાતેક વાગ્યે તેના રહેણાંકની બહાર આવેલા બાથરૃમમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા પછી લાપત્તા બની ગઈ છે.
તમામ સંભવિત સ્થળોએ તપાસ કરાવ્યા પછી પણ આ યુવતીનો પત્તો નહીં લાગતા આખરે તેણીના પિતા રાહુલભાઈએ પોલીસમાં જાણ કરી છે. આ યુવતીએ છેલ્લે બ્લુ જીન્સ અને સફેદ ટોપ પહેરેલું હતું. તેણી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ જમાદાર કે.જે. જાડેજા-૯૮૭૯૫ ૯૧૯૨૯૩ અથવા સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર-૦૨૮૮ ૨૫૫૦૮૦૫નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial