Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂત પ્રમાણપત્ર આપવાના અધિકારો પ્રાંત અધિકારીને અપાયા

રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણયઃ

જામનગર તા. રપઃ ગુજરાત સરકારના મહેસુલ વિભાગના ઠરાવ અનુસાર રાજ્યમાં ધારણ કરેલ ખેતીની જમીન વેંચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા તથા કૌટુંબિક વહેચણીના પરિણામે પોતાનો હક્ક જતો કરનાર રાજ્યનો ખેડૂત દરજ્જો ચાલુ રાખવા માંગતા ખેડૂતોના ખેડૂત પ્રમાણપત્ર આપવાના અધિકારો પ્રાંત અધિકારીને આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના મહેસુલ સંદર્ભ-૧ ના ઠરાવથી ખાતેદાર ખેડૂત પોતાની ખેતીની તમામ જમીન વેંચી રાજ્યમાં અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા તથા કૌટુંબિક વહેંચણીના પરિણામે પોતાનો હક્ક જતો કરનાર સભ્યનો ખેડૂત જરજ્જો ચાલુ રાખવા માંગતા હોય તેવા પ્રસંગે તેમજ ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જતી હોય ત્યારે ખેડૂત પ્રમાણપત્ર મેળવવા બાબતમાં સરળીકરણ કરવાની નીતિ અંતર્ગત રાજ્યમાં એક જગ્યાએ જમીન વેંચી અન્ય જગ્યાએ ખરીદવાની હોય ત્યારે કલેક્ટરનું ખેડૂત પ્રમાણપત્ર મેળવવા જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં સરકારે ઘડેલી નીતિ અને બહાર પાડેલી સૂચનાઓ વખતોવખતની સૂચનાઓ અનુસંધાને સંદર્ભ-ર ના પત્રથી તાલુકા કક્ષાએ મામલતદારને ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

મામલતદાર જામનગર (ગ્રામ્ય) દ્વારા ખેડૂતો દ્વારા રજૂ થયેલ પ્રમાણપત્રોની અરજીઓ પ્રાંત અધિકારી, જામનગર (ગ્રામ્ય) ને મોકલી તે અરજીઓ પરત્વે જરૃરી કાર્યવાહી કરવા જણાવતા પ્રાંત અધિકારી જામનગર (ગ્રામ્ય) ના પત્રથી મહેસુલ વિભાગના તા. ૧-૭-ર૦૦૯ ના ઠરાવની વિગતો ખેડૂત પ્રમાણપત્ર આપવા અંગે જરૃરી માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

સરકારની સૂચનાઓ મુજબ ખેડૂત પ્રમાણપત્રો કલેક્ટરએ ઈશ્યુ કરવાના છે તે હકીકતે તથા સૌરાષ્ટ્ર ધરખેડ વટહુકમની જોગવાઈ મુજબ વ્યક્તિનો ખેડૂતનો દરજ્જો કલેક્ટર નક્કી કરી શકે છે. વધુમાં સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની વ્યાખ્યાની કલમ-ર હેઠળ 'કલેક્ટર' શબ્દ વ્યાખ્યાતિત કરવામાં આવેલ નથી તથા પેટા કલમ (લ) ની જોગવાઈ મુજબ વટહુકમમાં વાપરેલા પણ જેમની વ્યાખ્યા કરવામાં આવી નથી તેવા શબ્દો અને શબ્દોપ્રયોગનો અર્થ રાજ્યને અનુકૂળ અને લાગુ પાડ્યા પ્રમાણેના યથાપ્રસંગ મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ અને મિલકત તબદીલી અધિનિયમ-૧૮૮ર મા તેમનો જે અર્થ થતો હશે તે હશે. જે જોગવાઈઓ ધ્યાને લેતા જમીન મહેસુલ અધિનિયમ હેઠળ કલેક્ટરની સત્તા ભોગવી શકતા અધિકારી સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ હેઠળ પણ કલેક્ટરની સત્તા ભોગવી શકે તેમ અર્થઘટન થાય અને જમીન મહેસુલ અધિનિયમની કલમ-૧૦ જે નાયબ/મદદનીશ કલેક્ટર અંગેની છે તેની જોગવાઈ મુજબ નાયબ/ મદદનીશ કલેક્ટર પોતાની હકુમત હેઠળના વિસ્તાર સંબંધે જમીન મહેસુલ અધિનિયમ તથા અન્ય અધિનિયમ હેઠળની (કલેક્ટરે પોતાની પાસે અનામત રાખેલ ના હોય તેવી) સત્તા વાપરી શકે છે. તે બન્ને જોગવાઈઓ ધ્યાને લેતા સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ અન્વયે કલેક્ટરની સત્તા નાયબ/મદદનીશ કલેક્ટર વાપરી શકે છે.

આ કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લેતા તથા વહીવટી સરળતા અને વહીવટમાં વિકેન્દ્રિકરણનો સમગ્ર તથા અભિગમ લક્ષમાં લઈ સંદર્ભ-ર અન્વયેની સૂચના તાત્કાલિક અસરથી રદ્ કરી તેના બદલે અત્રેના જિલ્લાના પ્રાંત અધિકારીઓને તેઓના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં સરકારની પ્રવર્તમાન જોગવાઈ તથા સૂચના મુજબ જરૃરી ચકાસણી કરી ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે સંદર્ભ-૧ ના ઠરાવથી અત્રેને અપાયેલ અધિકાર પ્રાંત અધિકારીઓને એનાયત કરવા હુકમ કરવામાં આવે છે.

મામલતદારોએ તેઓની કચેરીમાં સંદર્ભ-૧ ના ઠરાવમાં દર્શાવ્યા મુજબની પડતર રહેલ પ્રકરણો/ કેસોની યાદી બનાવી તમામ પ્રકરણો/કેસો, તેની સાથેના તમામ બિડાણો/ તપાસના કાગળો સહિત સંબંધિત પ્રાંત અધિકારીઓને તબદલી કરવાના રહેશે. પ્રાંત અધિકારીએ મામલતદાર તરફથી તબદીલ કરેલ પ્રકરણો/કેસોનો તા. ૩૧-૧ર-ર૦ર૩ સુધીમાં ગુણદોષના આધારે નિર્ણય લઈ નિકાલ કરવાનો રહેશે, તેમજ હવે પછી ઉપસ્થિત થતાં તમામ નવા પ્રકરણો/કેસો તે ઉપસ્થિત થયાથી દિન-૧૦ માં ગુણદોષના આધારે નિકાલ કરવાનો રહેશે તેમ જિલ્લા કલેક્ટર બી.એ. શાહે જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh