Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'બંધારણીય પદ પર હોવા છતાં લોકો મને છોડતા નથી પણ ભારતમાતાની સેવા કરતો રહીશ'ઃ ધનખડ
નવી દિલ્હી તા. રપઃ ટી.એન.સી. સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરીથી ઉપરાષ્ટ્રપતિ ધનખડ તથા પીએમ મોદીની પણ મિમિક્રી કરતા કહ્યું કે, 'મિમિક્રી મારો મૂળભૂત અધિકાર છે, અને હું હજાર વાર કરીશ'
તૃણમુલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એકવાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર કલ્યાણ બેનર્જીના સંસદીય વિસ્તાર શ્રીરામપુરમાં એક સભાનું આયોજન કરાયું હતું, જેમાં ટીએમસી નેતાએ ધનખડની સાથે પીએમ મોદીની પણ નકલ ઉતારી.
તેમણે કહ્યું, 'મેં તો પાર્લમેન્ટની બહાર મિમિક્રી કરી હતી, પરંતુ પીએમ મોદીએ તો સંસદની અંદર મિમિક્રી કરી. તેમણે ધનખડ પર પણ આરોપ લગાવતા કહ્યું હતું કે તેમણે નજીવી બાબતને લઈને દેશથી લઈને વિદેશ સુધી બબાલ મચાવી.'
બેનર્જીએ ધનખડની સરખામણી સ્કૂલના બાળકો સાથે કરી. બંગાળીમાં બોલતા બેનર્જીએ કહ્યું, 'હું મિમિક્રી કરતો રહીશ, એ એક કળા છે'. કલ્યાણ કેનર્જીએ કહ્યું, 'જો જરૃર પડશે તો હું આવું એક હજાર વખત કરીશ, મારી પાસે મારા વિચારો વ્યક્ત કરવાના તમામ મૂળભૂત અધિકારો છે. તમે મને મારી શકો છો, પરંતુ હું પીછેહઠ નહીં કરૃ, લડતો રહીશ.'
પશ્ચિમ બંગાળમાં સભાને સંબોધતા બેનર્જીએ વધુમાં કહ્યું, 'મારો કોઈને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી, જો કે મને એક પ્રશ્ન છે. શું તે (જગદીપ ધનખડ) ખરેખર રાજ્યસભામાં આવું વર્તન કરે છે? મિમિક્રી એ એક કળા છે અને એ ર૦૧૪ થી ર૦૧૯ ની વચ્ચે પીએમ દ્વારા લોકસભામાં પણ કરવામાં આવી હતી'.
રવિવારે ઉપરાષ્ટ્રપતિએ પણ મિમિક્રી અંગે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેઓ નિવાસસ્થાને ઈન્ડિયન સ્ટેટિકલ સર્વિસ પ્રોબેશનર્સની બેચને સંબોધિત કરી રહ્યા હતાં. આ દરમિયાન ધનખડે કહ્યું, માત્ર પીડિત જ જાણે છે કે તેણે શું સહન કરવું પડશે. તેણે દરેકનો સામનો કરવો પડે છે, દરેકનું અપમાન સહન કરવું પડે છે, તેમ છતાં આપણે એ જ દિશામાં આગળ વધવાનું છે, જે માર્ગ ભારત માતાની સેવા તરફ લઈ જાય છે. તેમણે કહ્યું હતું કે, ભારત માતાની સેવા કરવા માટે તમારે લોકોની ટીકા સહન કરવાનું પણ શીખવું પડશે. હું બંધારણીય પદ સંભાળું છું છતા લોકો મને છોડતા નથી.
તેમણે કહ્યું કે, શું આ મારી માનસિક્તા બદલવી જોઈએ? શું આના કારણે હું મારા માર્ગથી ભટકી જઈશ, ના આપણે હંમેશાં ધર્મના માર્ગે આગળ વધતા રહેવું જોઈએ. જે લોકો અમને પ્રશ્ન કરે છે તેઓ જુના ટીકાકારો છે, જે લોકોનું પાચનતંત્ર આપણા વિકાસ માટે ખરાબ છે. આપણે તેમનાથી ક્યારેય ડરવું જોઈએ નહીં.
ઉલ્લેખનિય છે કે, ૧૩ ડિસેમ્બરે વિપક્ષે માગ કરી હતી કે પીએમ મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં નિવેદન આપે. આને લઈને વિપક્ષે ૧૪ મી ડિસેમ્બરથી ર૧ મી ડિસેમ્બર સુધી ગૃહની અંદર હંગામો મચાવ્યો હતો. જેના કારણે કુલ ૧૪૬ સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જેમાં લોકસભાના ૧૦૦ અને રાજ્યસભાના ૪૬૭ સાંસદનો સમાવેશ થાય છે. આ દરમિયાન ૧૯ ડિસેમ્બરે કેટલાક સાંસદો સંસદના મકર ગેટ પર બેસીને વિરોધ કરી રહ્યા હતાં. ત્યારપછી ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી ઊભા થયા અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરવા લાગ્યા. બાકીના સાંસદો હસતા હતાં અને રાહુલ ગાંધી વીડિયો બનાવી રહ્યા હતાં.
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ ધનખડે પણ આ મિમિક્રીકાંડ પર ગૃહની અંદર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, તમે મારી કેટલી પણ મજાક ઊડાવો છો, હંમેશાં પોતાના બંધારણીય પદની રક્ષા કરીશ. ભાજપે પણ આ મુદ્દે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું.
જગદીપ ધનખડે શનિવારે કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ખડગેને રપ ડિસેમ્બરે સાંજે ૪ વાગ્યે એમના ઘરે મળવા માટે બોલાવ્યા હતાં. ધનખડે પત્રમાં લખ્યું છે કે, જો તમે સમય કાઢીને આવો તો મને આનંદ થશે. આ દરમિયાન વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial