Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા. રપઃ જામજોધપુર તાલુકાના આંબરડી-મેવાસા ગામના ખેડૂત રતિલાલ લક્ષ્મણભાઈ દવેએ તેની ખેતીની જમીનમાં તલનું વાવેતર કર્યું હતું. ઉનાળામાં થયેલા માવઠાના કારણે તેના તલના પાકને ભારે નુકસાન થયું હતું.
આ નુકસાનીનો સર્વે કરવા આવેલા અધિકારઅએ ખેડૂતને કોઈ આગોતરી જાણકરી ન હતી. ચોક્કસ જગ્યાઅ બે માત્ર કાગળ ઉપર સર્વે કરી મોટાપાયે ગોટાળા કર્યા છે, જેમાં જે ખેડૂતને ૧પ મણ ઉપજ થઈ છે તેવા ખેડૂતોને લાભ મળેલ છે. જ્યારે જે ખેડૂતને કાંઈ ઉપજ થઈ નથી તેમને સહાયનો લાભ મળ્યો નથી.
આ સર્વેની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા છે, જેની તપાસ કરી યોગ્ય પગલાં લેવા તથા ખેડૂતોને થયેલા અન્યાયને દૂર કરવા તેમણે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial