Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન મેદાનમાં યુવતીના પર્સમાંથી સેરવાયો દોઢ તોલાનો ચેઈન

કારખાનામાંથી દોઢસો કિલો પિત્તળના સામાનની ચોરીઃ

જામનગર તા. ૨૫ઃ જામનગરના પ્રદર્શન મેદાનમાં શુક્રવારે ભીડનો લાભ લઈ એક યુવતીના પર્સમાંથી કોઈ શખ્સે દોઢ તોલાનો સોનાનો ચેઈન અને રૃા.ર હજાર રોકડા સેરવી લીધા છે. જ્યારે શંકરટેકરી ઉદ્યોગનગરમાંં એક કારખાના માંથી રૃા.૭૩,૫૦૦ની કિંમતનો ઈલેકટ્રીકનો પિત્તળનો સામાન ચોરાઈ ગયો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ઓધવરામનગરમાં રહેતા અંજલીબેન શાંતિલાલ ગજરા નામના યુવતી શુક્રવારે સવારે અગિયારેક વાગ્યે પ્રદર્શન મેદાન પાસે હતા ત્યારે ત્યાં રહેલી ભીડનો લાભ લઈ તેમના પર્સમાંથી કોઈ શખ્સ રૃા.૨ હજાર રોકડા અને દોઢ તોલાનો રૃા.૩૮ હજારનો સોનાનો ચેઈન સેરવી ગયો હતો.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ઈવા પાર્કમાં રહેતા અને શંકરટેકરી જીઆઇડીસીમાં પાણાખાણ પાસે મોમાઈ બ્રાસ નામનું કારખાનું ચલાવતા હિતેનભાઈ મહેશભાઈ બોરીચા નામના પ્રજાપતિ કારખાનેદારના કારખાનામાંથી ગઈ તા.૨૦ નવેમ્બરથી તા.૨૩ સુધીમાં કોઈ શખ્સ ૧૫૦ કિલો જેટલો ઈલેક્ટ્રીકનો પિત્તળનો સામાન ચોરી કરી ગયો છે. હિતેનભાઈએ રૃા. ૭૩,૫૦૦ની કિંમતનો સામાન ચોરી થયાની સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh