Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય સરકારના વહિવટનો નમૂનો
ખંભાળીયા તા. ર૫ઃ દ્વારકા જિલ્લામાં સિટી સર્વે સુપ્રિ. પટેલ નિવૃત્ત થવાના હોય રજા પર છે. ડિસ્ટ્રીક્ટ લેન્ડ રેકોર્ડ તેઓ પણ રજા પર છે. આ બન્ને મહત્વના જિલ્લા કક્ષાના અધિકારીઓના સ્થાને ખંભાળીયાથી છેક ર૧૦ કિ.મી. દૂર મોરબી જિલ્લાના અધિકારીઓને ઈન્ચાર્જ તરીકે મુકયા છે. મોરબીથી ખંભાળીયા આવ-જા કરે ત્યાં નોકરીના આઠ કલાક પુરા થઈ જાય અને કોઈ મહત્વનું કામ હોય તો છેક ર૧૦ કિ.મી. દૂર મોરબી ધ્કો ખાવાનો...!! હાલ દ્વારકા કોરીડોર, બેટ દ્વારકા કોરીડોરના કામોમાં ડી.આઈ.એલ.આર. તથા સિટી સર્વે સુપ્રિ.નું કામ મહત્વનું ગણાય છે ત્યારે ચાર્જ છેક મોરબી હોય ત્યાંથી દ્વારકા ૩૦૦ કિી.મી. દૂર થાય તો કામ ક્યાંથી થાય...? તે મોટો પ્રશ્ન છે. જામનગરને બદલે છે ક મોરબી ચાર્જ અપાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial