Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લા ન્યાયાલયમાં સરકારી વકીલોની ચાર જગ્યા માટે અરજીઓ મંગાવાઈ

આસિ. ગવર્મેન્ટ પ્લીડર-એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરની જગ્યા માટે પેનલ રચાશે

દ્વારકા તા. ૨૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરની જગ્યા ભરવા માટે પેનલ રચવા નિર્ણય કરાયો છે. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ન્યાયાલય ખાતેની કોર્ટમાં કુલ ચાર આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર અને એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટરની જગા ભરવા માટે સને-૧૯૭૩ ના ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૨૪(૪) મુજબ તથા સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ-૫ (૨) મુજબ પેનલ તૈયાર કરવાની થાય છે. આથી કાયદા અધિકારી (નિમણૂક અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો, ૨૦૦૯ ના નિયમ-૫ (૨)થી ઠરાવેલ જોગવાઈ અનુસાર નીચે જણાવ્યા મુજબની  લાયકાત ધરાવતા કાયદાના સ્નાતક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

જિલ્લા કોર્ટમાં એડવોકેટ તરીકે ઓછામાં ઓછા સાત વર્ષથી સક્રિય હોય, તેઓ ૫૫ (પંચાવન) વર્ષથી વધુ ઉંમરના ન હોય અને તેઓ પોતાની નિમણૂકના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પૂર્વેની મુદત માટે આવકવેરા કરદાતા હોય. ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા ઉમેદવારોએ કચેરીની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરીને જન્મ તારીખ, અનુભવ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ તથા છેલ્લા ત્રણ વર્ષના આવકવેરાના રીટર્ન સામેલ રાખીને અરજી ફોર્મ રજીસ્ટર્ડ પો.એડી. દ્વારા જ આ કચેરીએ મોડામાં મોડા તા. ૧૦/૧/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. અધુરી વિગતવાળી અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહિ. ઉમેદવારોની પસંદગી બાદ ઉક્ત જગ્યા ઉપર નિમણૂક પામનાર ઉમેદવારને ધી ઓફિસર્સ એપોઈન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ રૂલ્સ-૨૦૦૯ મુજબ ફી તેમજ અન્ય ભથ્થા મળશે.

ઉમેદવારોને આ બાબતે જ્યારે ઈન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે તેઓએ પોતાના ખર્ચે અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh