Advertisement
Author: નોબત સમાચાર

હોલીડે ટુર અંગે નારાજ સભ્યને વ્યાજ સાથે સભ્ય ફી પરત આપવા ગ્રાહક ફોરમનો હુકમ

વળતર પણ ચૂકવવા કરાયો આદેશઃ

જામનગર તા. ૨૫ઃ જામનગરના એક આસામીએ હોલીડે ટુર મેળવવા માટે એક સંસ્થા પાસે મેમ્બરશીપ મેળવ્યા પછી પોતાની સભ્ય ફી પરત આપવા અને મેમ્બરશીપ રદ્દ કરવા જાણ કર્યા પછી પણ તેમ ન થતાં ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વળતર અને વ્યાજ સાથે બાકી રકમ ચૂકવવા તે સંસ્થાને હુકમ કર્યાે છે.

જામનગરના મૂર્તુઝા મનસુરભાઈ કપાસી નામના આસામીની કન્ટ્રી કલબ હોસ્પિટાલિટી એન્ડ હોલીડેઝ પાસેથી મેમ્બરશીપ મેળવ્યા પછી તેઓની સાત દિવસ અને છ રાત્રિ માટે તેમજ ત્રીસ વર્ષ સુધીની મેમ્બરશીપ આપવામાં આવી હતી.

આ વેળાએ ટ્રીપ પર જવાનું થાય ત્યારે એક મહિના અગાઉ બુકીંગ કરાવવા જણાવાયું હતું. તેથી ગયા માર્ચ મહિનામાં ટ્રીપ પર જવા ઈચ્છતા મૂર્તુઝા કપાસીએ નોંધ કરાવતા તેઓને રૃા.૧૨ હજાર ટેક્સપેટે ભરવા સૂચના અપાઈ હતી. આથી મૂર્તુઝાએ પોતાની મેમ્બરશીપ રદ્દ કરવા અને ભરેલી રકમ પરત આપવા માગણી કરી હતી પરંતુ રકમ અપાઈ ન હતી. તેથી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી.

તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૃા.૨,૨૬,૮૦૦ની રકમ સાત ટકા વ્યાજ સાથે અને વળતરપેટે રૃપિયા સાડા સાત હજાર અલગથી ચૂકવવા કન્ટ્રી કલબ સંસ્થાને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ એન.એમ. ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh