Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં થશે સત્તાવાર જાહેરાતઃ રાજ્ય સરકારે કર્યા એમઓયુ
ગાંધીનગર તા. રપઃ દ્વારકામાં સબમરીન દ્વારા ડૂબેલી દ્વારકાની પરિક્રમ કરાવવાની યોજના અમલી બનશે, જેની જાહેરાત વાઈબ્રન્ટ સમિટ દરમિયાન થાય, તેવી સંભાવના છે.
ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા હજારો વર્ષ પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ હતી, અને તેના અવશેષો ગહન સમુદ્રમાં હજુ પણ મોજુદ છે. આ ડૂબેલી દ્વારકાની પરિક્રમા સબમરીન દ્વારા થઈ શકે, તેવી યોજના માટે ગુજરાત સરકારે ભારત સરકારની કંપની મઝગાંવ શિપ યાર્ડ સાથે એમઓયુ કર્યા છે, તેની જાહેરાત જાન્યુઆરીમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમ દરમિયાન થનાર છે.
દ્વારકા કોરિડોરમાં દ્વારકા, બેટદ્વારકા, ઓખા-બેટદ્વારકાને જોડતો સિગ્નેચર બ્રીજ વગેરેની સાથે સાંકળીને આ અંડરવોટર મહત્વાકાંક્ષી શબમરીન યોજના પછી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડૂબેલી દ્વારકાને સગી આંખે નિહાળવા ઉમટી પડશે તેવી ધારણા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી જન્માષ્ટમી કે દિવાળી સુધીમાં આ યોજના અમલી બની શકે છે. આ સબમરીન દરિયામાં ૧૦૦ મીટર એટલે કે ૩૦૦ ફૂટની ઊંડાઈએ જઈ શકશે. સબમરીનમાં દરે સીટ પાસે વિન્ડો હશે, જે વ્યુપોર્ટમાંથી યાત્રીકો બન્ને તરફના દરિયાના ખૂબસૂરત દૃશ્યો, કુદરતી સૃષ્ટિ, દરિયાઈ જીવોની સાથે સાથે ડૂબેલી દ્વારકાના અવશેષો નિહાળી શકાશે.. સબમરીનની હરોળમાં ૧ર યાત્રી હશે, કુલ બે હરોળ હશે તથા ૬ ક્રૂ મેમ્બર હશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial