Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્ડિયા ન્યુઝ બિઝનેસ ચેનલ-દિલ્હી દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં
જામનગર તા. રપઃ ૧૬ ડિસેમ્બર ર૦ર૩ ના ઈન્ડિયા ન્યુઝ બિઝનેસ ચેનલ - દિલ્હી દ્વારા આયોજીત બિઝનેસ લીડરશીપ એવોર્ડ-ર૦ર૩ સન્માન સમારોહમાં ભારતીય શેરબજારના એનાલીસ્ટોમાં જેમનું નામ સફળતાના પ્રથમ શિખરે છે અને સ્ટોકમાર્કેટ સાથે પોતીકો સંબંધ ધરાવતા ગુજરાતના યુવા સ્ટોક એનાલીસ્ટ શ્રી નિખિલભાઈ ભટ્ટને દેશના તમામ આમંત્રિત ઉદ્યોગપતિ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી કાર્તિક શર્માના હસ્તે બેસ્ટ રિસર્ચ એનાલિસ્ટ એવોર્ડ તેમજ અંદાજીત ર૦ મીડિયા પાર્ટનર સાથે ચીફ એડિટર શ્રી લવજીત એલેકઝાન્ડર, શ્રી કંચન નોટિયાલ દ્વારા બેસ્ટ રિસર્ચ એનાલિસ્ટ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતાં.
આ કાર્યક્રમ અંતર્ગત બીજા તબક્કામાં પેનલ એનાલિસ્ટ ટીમમાં શ્રી નિખિલભાઈને સ્થાન આપી દેશના પાંચ ટ્રિલિયન લક્ષ્યાંક સાથેના અર્થતંત્રના ફન્ડામેન્ટલ તેમજ સ્ટોક માર્કેટનું આગામી આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
સ્વભાવે શાંત, સરળ અને મિલનસાર ઉપરાંત અનેક મિત્ર વર્તુળ ધરાવતા શ્રી નિખિલભાઈ ભટ્ટને શેરબજારના સચોટ અને સંપૂર્ણ રિસર્ચ માહિતી આપવા સંદર્ભે ગત વર્ષે પણ ગુજરાતની સુપ્રસિદ્ધ અને લોકપ્રિય ગુજરાતી ન્યૂઝ ટીવી ચેનલ વી. ટીવી દ્વારા સ્ટોક માર્કેટમાં બેસ્ટ રિસર્ચ એનાલિસ્ટ નો એવોર્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી નિખિલભાઈ ભટ્ટ શેરબજારના એક માત્ર આઈએસઓ ૯૦૦૧ઃ ર૦૧પ સર્ટિફાઈડ તેમજ સેબી માન્ય રીસર્ચ એનાલીસ્ટ તરીકે શેરબજારમાં ટ્રેડીંગ સંદર્ભે સચોટ અને સંપૂર્ણ રીસર્ચ માહિતી છેલ્લા ૧પ વર્ષથી 'ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ' 'માર્કેટ સ્કેન', 'માર્કેટ મુવમેન્ટ', 'માર્કેટ ટ્રેન્ડ' જેવી આર્થિક કોલમોના માધ્યમથી અંદાજીત ૪૮ દૈનિકપત્રો અને વીટી મીડિયા તેમજ રોકાણકારો, ટ્રેડરો અને હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને સચોટ માર્ગદર્શક બન્યા છે.
બિનવિવાદિત આ યુવા પ્રતિભા શ્રી નિખલભાઈ ભટ્ટ હાલમાં દિલ્હી સ્થિત કન્ઝયુમર કો ઓર્ડીનેશન કાઉન્સીલ (સીસીસી) ફેડરેશનના સંપૂર્ણ માર્ગદર્શન પ્રવકતા તરીકે ઈન્વેસ્ટર પ્રોટેકશન કમિટીના ચેરમેન તેમજ ફાયનાન્સિયલ કાઉન્સીલ તરીકે રોકાણકારોને સંપૂર્ણ માર્ગદર્શક તરીકે સેવારત છે...!!
સામાજિક સંગઠન સ્તરે શ્રી નિખિલભાઈ ભટ્ટ આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસંસ્થાની આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ નિવેશક શાખામાં રાષ્ટ્રીય અધ્યક્ષ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા)ના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ રાષ્ટ્રીય પરશુરામ સેનાના રાષ્ટ્રીય સલાહકાર, બ્રહ્મદેવ સમાજના ગુજરાત પ્રદેશ સલાહકાર પદેથી સતત કાર્યશીલ રહી સંગઠનની અતિ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી તેમની પ્રતિભાનો ઉત્તરોત્તર વિકાસ સાથે ગુજરાત તેમજ બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial