Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીએલએસએ દ્વારા દર્શનાર્થીઓને અપાતા કાનૂની માર્ગદર્શનની પ્રશંસા
ખંભાળીયા તા. ૨૫ઃ સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ પંકજ મિથલે જગત મંદિર દ્વારકાના કાનૂની સહાયતા કેન્દ્રની મુલાકાત લીધી હતી. ડીએલએસએ દેવભૂમિ દ્વારકા દ્વારા કાનૂની જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી (નાલસા) ની અનુશ્રામાં તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકાના શ્રી જગત મંદિરમાં હજારોની સંખ્યામાં આવતા દર્શનાથીઓને કાનૂની સહાય મળી રહે અને લોકોમાં કાનૂની જાગૃતિ આવે તે માટે કાનૂની સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
કાનૂની સહાયતા કેન્દ્રની નામદાર સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસ પંકજ મિથલએ મુલાકાત કરી હતી. આ દરમ્યાન તેઓ આ હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા પેરા લીગલ વોલેન્ટર્સ તથા કોર્ટના રજિસ્ટ્રાર સાથે વાતચીત કરી દ્વારકાધીશ મંદિરમાં આવતા દેશભરના દર્શનાર્થીઓને પૂરી પાડવામાં આવતી કાનૂની સહાય અંગેની માહિતી મેળવી હતી તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લામાં કરવામાં આવતી કાનૂની સેવા અંગેની કામગીરી વિશેની માહિતી મેળવી લોકોમાં કાનૂની જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તે અંગેના તેમના અનુભવોની નોંધ કરી હતી.
આ મુલાકાત દરમિયાન દ્વારકાધીશ મંદિરના વહીવટદાર ભગોરા, ડીવાયએસપી સમીર શારડા, ડીએલએસના ચેરમેન સમીર વ્યાસ વતી તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્વારકાના ઉદયપાલસિંહ જાડેજા, પી.એલ.વી. કિશન કેર હાજર રહ્યા હતા. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial