Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટ્રાફિક સમસ્યાનું નિરીક્ષણ કરતા ધારાસભ્ય અને મહાનુભાવોઃ સહયોગની અપીલ

જામનગર તા. ૨૫ઃ જામનગરમાં ગુરૃદ્વારા ચોકડી નજીક ટ્રાફિક સમસ્યા સર્જાતા વાહનચાલકો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે. આથી લોકોને કઈ રીતે રાહત આપી શકાય તે માટે સ્થળ નિરીક્ષણ માટે ધારાસભ્ય પહોંચ્યા હતાં.

જામનગરમાં અંબર જંકશનવાળો માર્ગ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી માટે બંધ કરવામાં આવતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે.

એ પછી ધારાસભ્ય દિવ્યેશ અકબરી સ્થળ નિરીક્ષણ માટે દોડી ગયા હતાં અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે શું થઈ શકે? તે અંગે તપાસ કરી હતી.

તેમની આ મુલાકાત સમયે મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, ડીવાયએસપી જે.એન. ઝાલા, ટ્રાફિક પોલીસ વિભાગના અધિકારી, મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ વિગેરે સાથે જોડાયા હતાં અને અંબર ચોકડીથી સાત રસ્તા સુધીના માર્ગમાં જાત નિરીક્ષણ કર્યું હતું.

ખાસ કરીને ટ્રાફિક સમસ્યા કેવી રીતે હળવી કરી શકાય? તે અંગે તમામે સાથે મળી વિચાર વિમર્શ કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh