Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં ઘરફોડ ચોરી કરનાર બે શખ્સ મોબાઈલ લોકેશન પરથી ઝડપાયા

મધ્યપ્રદેશ તથા ગોંડલ દોડી ગઈ પોલીસ ટીમઃ

જામનગર તા. ૨૫ઃ ભાણવડમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસ તથા એલસીબી તપાસ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન એક મોબાઈલનું લોકેશન પ્રાપ્ત થતાં મધ્યપ્રદેશ દોડી ગયેલી પોલીસ ટીમે ત્યાંથી એક શખ્સને પકડી લીધો છે. તેણે આપેલા સાગરિતના સગડ પરથી બીજા શખ્સની ગોંડલના મોવૈયા ગામમાંથી અટકાયત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે ઘરફોડ ચોરીનો એક ગુન્હો નોંધાયો હતો. તે સ્થળે તસ્કરોએ સામાનની સાથે મોબાઈલ ફોન પણ ચોરી કર્યાે હતો. પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ઘોડા દોડાવ્યા હતા.

તે દરમિયાન ચોરાયેલા મોબાઈલની વિગતો દ્વારકા એલસીબીના સંપર્કમાં રહી ભાણવડના પોલીસ સ્ટાફ દ્વારા મેળવાતી રહી હતી. જેમાં ફોનનું લોકેશન મધ્યપ્રદેશમાં નીકળ્યું હતું. તેથી એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલ, ભાણવડના પીએસઆઈ એમ.કે. ગઢવી તથા સ્ટાફે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મગરદા ગામ સુધી દોડી જઈ ત્યાંથી ગોવિંદ પુનીયાભાઈ ઉર્ફે રાબુભાઈ બામણીયા નામના શખ્સની અટકાયત કરી હતી.

આ શખ્સની પૂછપરછ કરાતા તેણે પોતાના સાગરિત સરદાર ગમરાભાઈ મહેડાનું નામ અને મોબાઈલ નંબર આપ્યા હતા. તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવતા રાજકોટના ગોંડલના મોવૈયા ગામમાંથી સરદાર મહેડાનો પત્તો સાંપડ્યો હતો. બંને શખ્સને ભાણવડ ખસેડી ચોરાઉ મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે અને ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh