Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરની ત્રિમૂર્તિ એકેડમી-પટેલ કોલોની સેન્ટરના વિદ્યાર્થીઓએ
જામનગર તા. રપઃ આલોહાની ભારતભરની મહાગણિત સ્પર્ધામાં ત્રિમૂર્તિ એકડમી, પટેલ કોલોની સેન્ટર જામનગરના વિદ્યાર્થીઓએ ફરી એકવાર એવોર્ડોની હારમાળા સર્જી છે.
તાજેતરમાં સમગ્ર ભારતભરની મહાગણિત સ્પર્ધા-ર૦ર૩ યોજાઈ ગઈ જેમાં ભારતભરમાંથી હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ત્રિમૂર્તિ એકેડેમી, પટેલ કોલોની સેન્ટરના વિદ્યાર્થીઓએ દરવર્ષની જેમ આ વર્ષે પણ ભાગ લીધો હતો આ બેટલ ઓફ બ્રેઈન સ્પર્ધામાં કાગળ અને પેન્સિલ લઈ વિદ્યાર્થીઓએ માત્ર છ જ મિનિટમાં ભાગાકાર, ગુણાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, ફ્રેકસન, સરવાળા, બાદબાકી બધા મળીને સિતેરથી એક સો વીસ જેટલા અઘરા દાખલા ગણી કાઢ્યા હતાં.
ત્રિમૂર્તિ એકેડમી પટેલ કોલોની સેન્ટરમાં છેલ્લા અઢાર વર્ષથી બ્રેઈન ડેવલોપમેન્ટનો કન્સેપ્ટ ચલાવવામાં આવે છે. બ્રેઈન ડેવલોપમેન્ટના કન્સેપ્ટની માહિતી ત્રિમૂર્તિ એકેડમીના મેનેજીંગ ડાયરેકટર કલ્પેશ અમૃતલાલ કનખરાએ જણાવ્યું કે બાળકોના મગજનો વિકાસ ચાર થી ચૌદ વર્ષની વયમાં મેકસીમમ થતો હોય છે. એજ દરમ્યાન મગજ જેટલું કસાય તેટલું આગળ જતાં બાળકોને અભ્યાસ, રમત-ગમ્મત તેમજ જીવનના તમામ ક્ષેત્રમાં પ્રથમ સ્થાને રહેવામાં ફાયદો થાય છે. તેના પ્રત્યક્ષ પુરાવારૃપે સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમમાં યોજાયેલ સમગ્ર ભારતભરની મહાગણિત સ્પર્ધાના એવોર્ડ સમારંભમાં ત્રિમૂર્તિ એકેડમી (પટેલ કોલોની સેન્ટર)ના વિદ્યાર્થીઓએ કુલ બત્રીસ એવોર્ડ અને છ એપ્રિસેસીયન મેડલ મેળવી જામનગરનું નામ સમગ્ર ભારતભરમાં રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં સતર વિદ્યાર્થીઓ વીનર, છ વિદ્યાર્થીઓ ફાસ્ટ અનર્સઅપ, નવ વિદ્યાર્થી સેકન્ડ રનર્સઅપ અને છ વિદ્યાર્થીઓએ એપ્રિસેસન મેડલ પ્રાપ્ત કર્યા હતાં.
ત્રિમૂર્તિ એકેડમીના વિજેતાઓની યાદી
હીત જીતાંશુ સોલાની, આધ્યા કદમકુમાર રામી, મંત્ર ડો. અશ્વિન પંપાનીયા, મનસ્વીબા જયપાલસિંહ પરમાર, રીવાન ડો. વજુભાઈ નકુમ, મનન પ્રકાશભાઈ કાનાણી, પ્રતિક્ષાબા બલભદ્રસિંહ ઝાલા, માધવ નરેન્દ્રભાઈ કાલાવડીયા, પ્રગ્યા રાજીવભાઈ રંજન, શ્લોક હિરેન ભૂત, પ્રાન્સી નિર્મલભાઈ ભટ્ટ, કાવ્યા નંદલાલભાઈ રાનપરીયા, કાવ્યાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા,, અવિશી વિશાલ ગુપ્તા, સાક્ષી ગૌરવભાઈ કનખરા, મૈથીલ રવિન્દ્રસિંહ જાડેજા, ભૃગુરાજસિંહ રાજદીપસિંહ જાડેજા, કાશવી મહેન્દ્રભાઈ પરમાર, આરા મુસા કકલ, અકીરા આઈસિસ સાહુ, નિવાન હાર્દિકભાઈ પુજારા, જતન આનંદ જોશી, પ્રિયાંસ સંદીપ જટાનીયા, આરાધ્યાબા વિરેન્દ્રસિંહ જાડેજા, દેવરતસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રિયાંશ નીકુંજભાઈ કડચી, સમર્થ પ્રદિપસિંહ પરમાર, મુશકાન અલીકબર પાનશરા, નીવ વિમલ નાયડુ, ચિત્રાન્શી જયેશભાઈ વાઘેલા, ધર્મીત મહેશભાઈ તકતાની, ઈરૃહી ભૂપેેન્દ્ર ડારો, નિલય ચાંડેલીયા, અનુસ્કા વિજયમનસુખાની, દેવાનગીરી દિપકગીરી ગૌસ્વામી, નક્ષ ભરતભાઈ તકતાની, હર્ષિદા સુનિલભાઈ સિંહ, હિર કામીલ મહેતા, તન્મય વડસોલા, ઝીયા બેડીયા.
આ સમગ્ર સ્પર્ધામાં ત્રિમૂર્તિ એકેડમીના ટેકનિકલ ડાયરેકટર વર્ષાબેન પરેશભાઈ કનખરા તેમજ રૃપાબેન મકવાણા, દિપાલી દાવડા, મોનિકાબેન ગોંસાઈ, નેહા જોઈસર, હિતેશ્રી મકવાણા વગેરેએ સહયોગ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial