Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકસિત ભારત સંકલ્પ દરમ્યાન
ભાણવડ તા.૨૫ઃ ભાણવડ તાલુકાના રાણપર ગામના ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરાયું હતુુંં જે દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતાં.
કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ગામે ગામ સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી ભાણવડ તાલુકાના રાણપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતાં. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પી.એમ.કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઈસીડી એસ. વિભાગ, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય., સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial