Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ જામનગરમાંથી ઝબ્બે

એસઓજીએ રામોલ પોલીસ મથકને જાણ કરીઃ

જામનગર તા. ૨૫ઃ અમદાવાદમાંથી એક સગીરાનું અપહરણ કરી તેની સાથે નગરની તિરૃપતિ સોસાયટીમાં રહેતા ગાંધીનગરના શખ્સને એસઓજીએ પકડી પાડ્યો છે.

જામનગરના ઢીંચડા રોડ પર આવેલી તિરૃપતિ સોસાયટીની શેરી નં.૭માં ભાડાના એક મકાનમાં વસવાટ કરતા શખ્સ સામે અમદાવાદના રામોલ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયેલો હોવાની બાતમી એસઓજીના રમેશભાઈ, હર્ષદભાઈને મળતા પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ એસઓજી ટીમ ત્યાં દોડી ગઈ હતી.

આ સ્થળે આવેલા જયવીર સિંહ નામના આસામીના મકાનમાં એસઓજીએ તલાશી લેતાં ત્યાંથી ગાંધીનગરના વાવોલમાં રહેતો ધર્મેશ વિજયભાઈ ગાંધી નામનો શખ્સ અને એક સગીરા મળી આવ્યા હતા. ધર્મેશ ગાંધી સામે સગીરાના અપહરણનો ગુન્હો નોંધાયેલો હોવાનું ખૂલ્યું છે. એસઓજીએ તે સગીરા તથા ધર્મેશ મળી આવ્યાની અમદાવાદના રામોલ પોલીસ મથકને જાણ કરી  છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh