Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૫ઃ જામનગરના બાલાજી પાર્કમાં રહેતા એક પરપ્રાંતિય પરિણીતાએ અકળ કારણથી પોતાના ઘરમાં ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો છે. જ્યારે પુત્રની કિડનીની બીમારીથી સતત ચિંતિત રહેતા પિતાએ કાલાવડના ખરેડી ગામમાં ખેતરમાં ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ પાસે આવેલી ડિફેન્સ કોલોની નજીક બાલાજી પાર્ક-૧માં વસવાટ કરતા સુશીલકુમાર રામવિલાસ વર્મા નામના પરપ્રાંતીય પ્રૌઢના પત્ની ગીતાબેન (ઉ.વ.૪૩)એ શુક્રવારની રાત્રે પોતાના ઘરમાં આવેલા એક ઓરડામાં પંખામાં ચુંદડી વડે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની શનિવારે સવારે સુશીલ કુમારને જાણ થઈ હતી. તેઓએ પત્નીને નીચે ઉતારી ચકાસતા તેની મૃત્યુ પામેલી જણાઈ આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. સીટી-સી ડિવિઝનના પીએસઆઇ એન.જે. રાવલે પીએમ માટે ખસેડ્યો છે અને આ મહિલાની આત્મહત્યા પાછળનુંં કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના આકલવાડી વિસ્તારના વતની અને હાલમાં કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં અભિષેકભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મનુભાઈ પોલાભાઈ પરમાર નામના પંચાવન વર્ષના પ્રૌઢે શનિવારે બપોરે ખેતરમાં જ ચૂંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતા તેઓને નીચે ઉતારી તેમના પુત્ર કિશનભાઇ મનુભાઈ પરમારે ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કિશનભાઇનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવ્યા મુજબ મનુભાઈના નાનકડા પુત્રની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. જેના કારણે પોતાના પુત્રની બીમારીની મનુભાઈ ચિંતા કરતા રહેતા હતા. આ પ્રૌઢના પત્ની પણ અગાઉ ગુજરી ગયા હતા તે પછી હવે દીકરો બીમાર રહેતો હોવાના કારણે સતત ચિંતા અને તણાવ અનુભવતા મનુભાઈએ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોે છે. પોલીસે નિવેદનની નોંધ કરી આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial