Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનો ૭૬મો અને આર્યસમાજનો ૯૬મો વાર્ષિકોત્સવ ઉજવાયોઃ વિવિધ કાર્યક્રમો યોજાયા
જામનગર આર્યસમાજના ૯૬મા તથા શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ૭૬મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ચતુર્વેદ શતકમ્ પારાયણ અને સ્વામી શ્રદ્ધાનંદ બલિદાન દિવસ સમારોહ તથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાનો પ્રારંભ શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયથી થયો હતો. જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે જામનગર શહેર-જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વકતવ્ય સ્પર્ધા યોજવામાં આવી હતી. આ તકે જામનગર આર્યસમાજના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર મા. વિભાગના આચાર્યા પ્રફુલાબેન રૃપડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial