Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધુરમ્ સોસાયટીમાં મકાનમાંથી મળી વીજચોરીઃ મીટર ચેકીંગમાં પણ ચોરી ઝડપાઈઃ
જામનગર તા. ૨૫ઃ જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવેલા એક કારખાનામાં શનિવારે રાત્રે વીજ ચેકીંગ ટૂકડીએ ચકાસણી કરતા ત્યાં બાજુમાં આવેલા ટ્રાન્સફોર્મરમાંથી વીસ મીટર જેટલો લાંબો વાયર નાખી વીજ મીટરને બાયપાસ કરાયાનું અને આવી રીતે રૃા.૩૦ લાખની વીજચોરી કરાયાનું ખૂલ્યું છે. તે ઉપરાંત મધુરમ સોસાયટીમાં એક મકાનમાંથી રૃા.૧ લાખ ૧૪ હજારની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. લેબોરેટરીમાં મીટર ચકાસણીની કામગીરીમાં એક મીટરમાં સ્માર્ટ રીતે ચેડા કરી મીટર ફરતું અટકાવાયાનું ખૂલતા તે આસામીને રૃા.૧ લાખ ઉપરાંતનું પુરવણી બીલ આપવામાં આવ્યું છે.
જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં ગોપી ડેરી પ્રોડ્કટ નામના કારખાનામાં વીજચોરી કરવામાં આવતી હોવાની વિગતો મળતા જીયુવીએનએલની સ્કવોડના નાયબ ઈજનેર એમ.ડી. પટેલ, પી.જી. શાહ, કે.પી. પીપરોતર સહિતના સ્ટાફે શનિવારે રાત્રે ચેકીંગ કરતા તે કારખાનાની બહાર આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં એક વધારાનો કેબલ જોડી તેને ભુંગળીમાંથી પસાર કરી આ કારખાનામાં મુકવામાં આવેલા મીટર સુધી પહોંચાડી મીટરને બાયપાસ કરી નાખવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.
આ સ્થળે પંચનામું તથા રોજકામ કરી ચેકીંગ ટૂકડીએ મીટર તથા સર્વિસ વાયર કબજે કર્યા છે અને આ કારખાનાનું વીજજોડાણ કાપી નાખી તેના સંચાલકને રૃા.૩૦ લાખનું પુરવણી બીલ ફટકારવામાં આવ્યું છે. કારખાનેદારે વીજ મીટરમાં ન નોંધાય તે રીતે વીજળી મેળવવા માટે ટ્રાન્સફોર્મરના ડીબી બોક્સમાંથી વીસ મીટર જેટલો વાયર નાખી વીજચોરી આદરી હતી. આ કારખાનામાં વીજળી સપ્લાય કરતું ટ્રાન્સફોર્મર પણ ઉતારી લેવામાં આવ્યું છે.
જામનગરના નવાગામ ઘેડ પાસે આવેલી મધુરમ સોસાયટીમાં એક મકાનમાં વીજચોરી થતી હોવાની વિગત મળતા શનિવારે જામનગરની પીજીવીસીએલ કચેરીની સેન્ટ્રલ ઝોન વિભાગની ટીમના સ્ટાફે વિમલબા શિવરાજસિંહ ખાચર નામના મહિલાના મકાનમાં ચકાસણી કરતા ત્યાંથી વીજ ચોરી મળી આવી હતી. ત્યાં રૃા.૧,૧૪,૬૦૧નું પુરવણી બીલ આપવામાં આવ્યું છે. આ મહિલા તેમજ કારખાનેદાર સામે વીજ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ ફોજદારી ફરિયાદ કરાઈ છે.
તે ઉપરાંત વિભાગીય કચેરીની મીટર લેબોરેટરીમાં અગાઉ કબજે કરાયેલા મીટરની ચાલી રહેલી ચકાસણી દરમિયાન નિર્મળાબેન સાવજીભાઈ અજા નામના મહિલાના મકાનમાંથી કબજે કરાયેલું મીટર ચકાસાતા તે મીટરમાં પાછળના ભાગમાં ચોરસ ટૂકડો કાપી તેમાંથી સર્કિટમાં ચેડા કરી ટૂકડો ફરીથી ચોટાડી દેવાયાનું જુનિયર ઈજનેર વી.જી. શર્મા, નાયબ ઈજનેર અજય પરમારના ધ્યાનમાં આવતા તેઓએ આ આસામીને રૃા.૧,૦૮,૭૭૫ની રકમનું બીલ આપ્યું છે. તેમજ વીજ પોલીસ મથકમાં વીજ ચોરી અંગે ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial