Advertisement
Author: નોબત સમાચાર

બ્રહ્મલીન મહંત પૂ. શ્રી ભોલેદાસજીબાપુની છઠ્ઠી પુણ્યતિથિની ઉજવણીનું આયોજન

જોડિયાધામ રામવાડી આશ્રમમાં

જોડિયા તા.૨૫ઃ જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર *રામવાડી*માં શ્રી જ્યોતિ સ્વરૃપ બાલા હનુમાનજી મહારાજદાદાનાં પાવન સાનિધ્યમાં તૅમજ ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૃ શ્રી ચંદ્રભગવાન, પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૃદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી આ વર્ષે જોડિયા * રામવાડી * આશ્રમના બ્રહ્મલિન મહંત પૂ. સંતશ્રી ભોલેદાસજીબાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તા.૨૬/૧૨/૨૩ને મંગળવારે પૂનમનાં દિને  સવારે ૯ થી ૧૨ સંગીતમય  *સુંદરકાંડના પાઠ* કરવામાં આવશે.

જેમાં પ્રત્યેક ચોપાઈ દ્વારા આહુતિ આપવામાં આવશે અને આ હોમાત્મક યજ્ઞનો સૌ સાધક ભાવિક, ભક્તજનો સામુહિક લાભ લેશે તૅમજ સવારે ૯ થી ૧૨ દરમ્યાન બટુકભોજન પણ યોજાશે. બપોરે ૧૨ કલાકે પૂજ્ય સંતશ્રી ભોલેદાસજીબાપુની સમાધિ પર ઢોલ, નગારા સાથે મહાઆરતી કરવામાં આવશે

ત્યારપછી બપોરે ૧૨ઃ ૩૦ કલાકે ભક્તો  મહાપ્રસાદનો લાભ લેશે. ઉલ્લેખનીય છૅ કે તીર્થક્ષેત્ર બનારસ - કાશી  થી ઈ.સ.૧૯૭૨ આસપાસ પૂજ્ય ભોલેદાસજીબાપુ જોડિયા પ્રથમ પધાર્યા અને નીલકંઠ મહાદેવ, પંચનાથ મહાદેવ રોકાયા પછી *રામવાડી*માં અલખનો ધુણો ધખાવ્યો અને જોડિયાગામને રામાયણનો માર્ગ બતાવ્યો તેમના આગમન પછી આ પાવન ભૂમિમાં સિદ્ધ સંત પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ સદગુરૃદેવશ્રી ભોલેબાબાજી રામવાડીમા પધાર્યા અને તેમણે પૂ.ભોલેદાસજીબાપુને આ જગ્યામાં હનુમાનજીદાદાનું મંદિર બનાવાનો આદેશ કર્યો. સંત આજ્ઞાનો અમલ કરી વડેરા પરિવારે  મંદિર ચણાવ્યું, સાત સ્તંભનું ગોળ આકારનું મંદિર બન્યું ત્યારે પૂ.ભોલેબાબાજીએ શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ કરવાનું કહેલ તેમની આજ્ઞાથી એક - બે નહીં પરંતુ એકસો આઠ પાઠ થયા હતા.

ત્યારપછી પુ.બાબાજીએ પૂ. ભોલેદાસજીબાપુને મોરારિબાપુની રામકથા કરવાનું કહેલ તેમની આજ્ઞાથી ઈ.સ.૧૯૮૦ માં પહેલીવાર જોડિયા રામવાડીમાં પૂ. મોરારીબાપુની રામકથા યોજાઇ હતી.

જોડિયા રામવાડીનાં બ્રહ્મલિન મહંતશ્રી ભોલેદાસજીબાપુએ જોડિયાને સત સેવા ધર્મનો માર્ગ બતાવ્યા પછી ૨૦૧૮ માં માગસુર સુદ પૂનમનાં રામવાડીમાં દેહ છોડ્યો હતો. પૂ. મહંતશ્રી ભોલેદાસજીબાપુએ પોતાની હયાતીમાં નવ કથા કરી હતી. આજૅ પણ આ જગ્યામાં દર શનિવારે સુંદરકાંડનાં પાઠ અને હનુમાનજીદાદાની દીપમાળાની ઢોલ નગારા અને ઝાલરો સાથે આરતી કરવામાં આવે છે.

ભોલેદાસજીબાપુની છઠી પુણ્યતિથિ નિમિતે અવસરે સર્વે ભાવિક ભક્તજનોને પધારવા શ્રી ઉદાસીન સંત કુટિર * રામવાડી * જોડિયાધામ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે (મો.૯૪૨૮૨ ૦૮૨૨૩) ઉપર સંપર્ક કરવા હિતેશ રાચ્છએ યાદીમાં જણાવ્યું  છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh