Advertisement
Author: નોબત સમાચાર

દરિયાની ખારાશ અટકાવવા ખંભાળિયામાં યોજાઈ કાર્યશાળાઃ જળ આહૂતિથી પ્રારંભ

અનેક સ્થળે દરિયાકાંઠે ૩૦ થી ૪૦ કિ.મી. સુધીની જમીન ખારી થઈ ગઈ છે, ત્યારે

ખંભાળિયા તા. રપઃ ગુજરાતમાં ભૂગર્ભ જળવ્યવસ્થાપન તથા દરિયાની ખારાશને આગળ વધતી અટકાવવાના ભાગરૃપે જાગૃતતા લાવવા અને આયોજન કરવા માટે ખાસ કાર્યશાળા એક દિવસની ખંભાળિયામાં યોજાઈ હતી.

ભૂજની એરીડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીનું સંસ્થા, નાયરા એનર્જી, વીન ફાઉન્ડેશન, અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન, કોસ્ટલ સેલીનિટી પ્રિવેન્શન સેલ તથા સોલીડારીડેડ સંસ્થાઓના ઉપક્રમે જિલ્લા પંચાયત હોલમાં આ કાર્યશાળા યોજાઈ હતી જેની શરૃઆત જળ આહૂતિથી થઈ હતી.

કાર્યક્રમનો હેતુ તથા ઉપયોગીતા સમજાવતા એરીડ સંસ્થાના ડાયરેક્ટર ડો. યોગેશ જાડેજાએ જણાવેલ કે દરિયાના કિનારાના વિસ્તારોમાં ખારાશ આગળ વધતી જાય છે અને કેટલાક સ્થળે તો ૩પ-૪૦ કિ.મી. અંદર સુધી પહોંચી ગઈ છે. આના નિરાકરણ માટે ખંભાળિયાના દરિયાકાંઠાના પંદરેક ગામોમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપનનું મોેડલ બનાવાય તો માળિયાથી ભાવનગર સુધીના વિસ્તારોમાં માર્ગદર્શક બને.

સરકારના કૃષિ વિજ્ઞાનકેન્દ્ર તથા જી.ડબલ્યુ.આર.ડી.સી. દ્વારા માહિતી અપાઈ હતી તથા રિલાયન્સ ફાઉન્ડેશન, અંબુજા ફાઉન્ડેશન, ગીર ગંગા ટ્રસ્ટ વિગેરેની પ્રવૃત્તિનું પ્રઝન્ટેશન કરાયું હતું.

જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, નાયરા એનર્જીના અવિનાશભાઈ, જિ.પં. સદસ્ય જગાભાઈ ચાવડા, જિ.પં. પૂર્વ પ્રમુખ પી.એસ. જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં તથા કાર્યક્રમની ઉપયોગીતા આગળ વધારવા અપીલ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh