Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પોલીસ અધિકારીના ફેસબુક એકાઉન્ટમાં હેકરે કર્યા ચેડા

ફર્નિચર વેચવાનું છે તેવા મેસેજથી સાવધાનઃ

જામનગર તા. ૨૫ઃ જામનગરના ટ્રાફિક શાખાના પીઆઈનું કોઈ હેકરે ફેસબુક એકાઉન્ટ હેક કરી તેના પરથી ફર્નિચર વેચવાનું છે, પૈસાની જરૃર છે તેવી વિગત પ્રસારિત કરતા આ અધિકારીએ પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયાની મિત્ર વર્તુળમાં વિગતો જાહેર કરી છે. ગયા સપ્તાહે જામનગરના એસપીનું ફેક ફેસબુક એકાઉન્ટ ખોલી નખાયાની વિગતો પ્રકાશમાં આવી હતી.

જામનગરની ટ્રાફિક શાખામાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા રામભાઈ એલ. કંડોરીયાએ આજે પોતાના મિત્રો તેમજ સંબંધીઓને પોતાનું ફેસબુક એકાઉન્ટ કોઈ હેકર દ્વારા હેક કરી લેવામાં આવ્યું હોવાની જાણકારી આપી છે અને હવે તે આઈડી પરથી કોઈ શખ્સ ફર્નિચર વેચવાનું છે તેવી જાણકારી આપી પૈસાની માગણી કરે તો તેને પ્રતિભાવ ન આપવા જણાવ્યંુ છે.

ગયા સપ્તાહે જ જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનું કોઈએ ફેક ફેસબુક એકાઉન્ટ એક્ટિવ કર્યાનું જાહેર થયું હતું. તેના પરથી પૈસાની માગણી શરૃ થઈ હતી. આ બાબત ધ્યાનમાં આવતા જ એસપીએ પોતાના વર્તુળના લોકોને સાવચેત રહેવા જણાવી સાયબર ક્રાઈમ સેલને તપાસ કરવા સૂચના આપી હતી. તે પછી આજે જામનગરની ટ્રાફિક શાખાના ઈન્ચાર્જ પીઆઈ આર.એલ. કંડોરીયાનું પણ ફેસબુક એકાઉન્ટ હેક થયાનું ખૂલ્યું છે.

આજે સવારે પીઆઈ કંડોરીયાને તેમના પરિચયના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારા ફેસબુક એકાઉન્ટમાં ફર્નિચર વેચવાનું છે અને પૈસાની જરૃર છે તેવી વિગત મુકવામાં આવી છે. ચોંકી ગયેલા આ અધિકારીએ પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરતા તેના પેજ પર ઉપરોક્ત વિગતો જોવા મળી છે અને તેથી તેઓએ પોતાનું એકાઉન્ટ કોઈએ હેક કર્યું હોવાની આશંકા સેવી મિત્ર વર્તુળને આવી કોઈપણ માગણી અંગે ધ્યાન ન આપવા અને તેની વિગત આપવા જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh