Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૧ ડિસેમ્બરની શરાબભીની ઉજવણી માટે બુટલેગરો સક્રિયઃ
જામનગર તા. ૨૫ઃ જામનગરમાં થર્ટી ફર્સ્ટની શરાબભીની ઉજવણી માટે કેટલાક બુટલેગરો હરકતમાં આવ્યા છે તેવી વિગત મળતા પોલીસતંત્ર પણ સતર્ક બન્યું છે. આજે સાધનાકોલોનીમાં એક કુખ્યાત કુટલેગરના રહેણાંકમાં પોલીસે દરોડો પાડી અંગ્રેજી શરાબની ૧૪ પેટી પકડી પાડી છે. બુટલેગર નાસી ગયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં એક કુખ્યાત શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી આજે બપોરે સિટી-એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન અને પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળની પોલીસ ટૂકડીએ દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા હિતેશ સોમાભાઈ ચાવડા ઉર્ફે સાકીડા નામના શખ્સના મકાનમાં પોલીસે ચકાસણી કરતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૪ પેટી મળી આવી હતી. પોલીસના દરોડા પહેલાં આરોપી સાકીડો નાસી જવામાં સફળ થયો હતો. પોલીસે રૃપિયા પોણા લાખ ઉપરાંતની કિંમતનો શરાબનો જથ્થો કબજે કરી લઈ પોલીસ મથકે ખસેડ્યો છે અને સાકીડાની શોધ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial