Advertisement
Author: નોબત સમાચાર

આઈપીએલની અંતિમ મેચમાં વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક સાતમી સદીઃ ગુજરાતે આરસીબીને હરાવ્યું

કોહલીના ૧૦૧ રનની મદદથી બેંગલુરુએ ગુજરાતને આપેલો ૧૯૮ નો લક્ષ્યાંક વટાવ્યોઃ

બેંગલુરુ તા. ર૩ઃ આઈપીએલની અંતિમ લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને ૧૯૮ રનનો લક્ષ્યાંક આપ્યો. બેંગલુરુ માટે વિરાટ કોહલીએ અણનમ ૧૦૧ રનની ઈનિંગ્સ રમી. આ વિરાટ કોહલીની આઈપીએલ ઈતિહાસમાં ૭મી સદી છે. આ સાથે જ તેણે ક્રિસ ગેઈલની ૬ સદીનો રેકોર્ડ તોડ્યો. આ સાથે જ વિરાટ કોહલીએ સિઝનમાં ત્રીજી વખત ૬૦૦ થી વધુ રન પૂર્ણ કર્યા.

આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ ૬૦૦+ રન કરવાનો રેકોર્ડ લોકેશ રાહુલ (૪) નાં નામે છે. કોહલીની આ વર્તમાન સિઝનમાં બીજી સદી છે. તેણે ગત મેચમાં જ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી.

બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા ર૦ ઓવરમાં પ વિકેટે ૧૯૭ રન કર્યા હતાં. કોહલીએ ૬૧ બોલમાં ૧૦૧ નોટઆઉટ કર્યા હતાં. જેમાં ૧૩ છગ્ગા અને ૧ ચોગ્ગો ફટકાર્યો હતો. કોહલીએ કેપ્ટન ફાફ ડુપ્લેસિસ સાથે પ્રથમ વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી કરી હતી. આ બંને ખેલાડીએ સિઝનમાં આઠમી વખત પ૦+ રનની ભાગીદારી કરી. આઈપીએલના ઈતિહાસમાં એક સિઝનમાં ૯૦૦+ રનની ભાગીદારી માત્ર ર જોડીઓ વચ્ચે થઈ છે. પ્રથમ વિરાટ કોહલી અને ડી વિલિયર્સ વચ્ચે ર૦૧૬માં અને હવે ર૦ર૩ માં કોહલી અને ડુપ્લેસિસ વચ્ચે. કોહલી અને ડુ પ્લેસિસની ભાગીદારી તૂટ્યા બાદ બેંગલુરુનો એકેય ખેલાડી પિચ પર ટકી શકયો નહોતો. કોહલીએ એક છેડો સાચવી રાખ્યો અને સતત શોટ્સ રમતો રહ્યો. વરસાદને કારણે મેચ ૧ કલાક મોડી શરૃ થઈ હતી. દિનેશ કાર્તિક ફરી શૂન્ય પર આઉટ થયો હતો. આઈપીએલમાં સૌથી વધુ ૧૭ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. રોહિત (૧૬) ને પાછળ છોડ્યો. વિરાટ કોહલી વર્તમાન આઈપીએલ સિઝનમાં ડુપ્લેસિસ બાદ આરસીબીનો બીજો ટોપ સ્કોરર છે. કોહલીએ ગુજરાત સામે રમતા ત્રીજી વખત પ૦+ નો સ્કોર કર્યો છે. ગુજરાતની ટીમ માટે નૂર અહમદે ર વિકેટ લીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh