Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩ઃ ગ્રેઈન માર્કેટમાં ઐતિહાસિક ત્રણ દરવાજાનું રિનોવેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે, જે લગભગ સાડાપાંચ મહિના જેટલો સમય સુધી ચાલશે. આ કામ દરમિયાન ઉપરોક્ત ત્રણ દરવાજાને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
નાના વાહનચાલકો, ગાડાવાળા મજૂર, ટેમ્પોવાળા વગેરે માટે અવરજવરની છૂટ છે, પરંતુ સમસ્યા એ છે કે તરણ દરવાજા પૈકી માત્ર એક જ દરવાજો આવ-જા નો હોવાથી ટ્રાફિક જામ થાય છે.
આ સમસ્યાને હળવી કરવા જુના કસ્ટમ હાઉસવાળા રસ્તો કે જે સીધો જ બેડીગેઈટ, સુપરમાર્કેટ સામે નીકળે છે તે જો ડામર કારપેટ કરીને સમથળ બનાવી નાખવામાં આવે તો નાના વાહનચાલકો કે જેઓને ટાઉનહોલ તરફ જવું છે તેઓને મુશકેલી ન પડે અને વળી ટ્રાફિક જામ ન થાય. જામનગર રિટેલ વેપારી મહામંડળના પ્રમુખ શશીકાંતભાઈ મશરૃએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ માર્ગને તાકીદે વ્યવસ્થિત કરવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial