Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા નગરપાલિકા સામે પાણીના પ્રશ્ને 'આપ'નો ઉગ્ર વિરોધ
સલાયા/ખંભાળીયા તા. ર૩ ઃ સલાયામાં વીસ-વીસ દિવસ સુધી પણી વિતરણ થતું નથી. જેના કારણે ભર ઉનાળામાં લોકો પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સલાયા જ એવું ગામ છે જ્યાં ૧પ-ર૦ દિવસે પાણી મળે છે. સલાયાના ગરીબવર્ગના લોકો પાણીનો સંગ્રહ કરી શકતા નથી જેથી પાણી વગર પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ પ્રશ્ને આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓ-પુરૃષોએ તેમજ પક્ષના કાર્યકર્તાઓએ માટલા સાથે રેલી કાઢી હતી અને સલાયા ન.પા. કચેરી સામે માટલા ઉંધા રાખીને પાણી વિતરણ નિયમિત રીતે કરવા માંગણી કરી હતી. ગાંધી ચિંધ્યા માર્ગે કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શનમાં આપના આમીન સુંભણીયા, હારૃનભાઈ સંઘાર, સબીરભાઈ કડીયારા, જુનુસ ભગાડ, કે.જે. ગઢવી, દેવુભાઈ ગઢવી, રામભાઈ વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial