Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ શ્વસુરગૃહે બાળકીને લઈ ગયા પછી આપતા ન હતાઃ
જામનગર તા.૨૩ ઃ જામનગર તાલુકાના સિક્કા નજીકના મંુગણી ગામમાં રહેતા એક યુવતીએ ગઈકાલે ૧૮૧ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરી તેમાં જણાવ્યું હતું કે, તેણી જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં રહે છે અને હાલમાં આરામ કરવા માટે પિતાના ઘેર મુંગણી નજીકના ગામમાં આવ્યા હતા. ત્યાંથી તેમની પાંચ મહિનાની પુત્રીને તેણીના પતિ રમાડવા લઈ જવાનું કહીને લઈ ગયા પછી પુત્રી પરત આપતા નથી.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ફ્રન્ટ ઓફિસર એ.એમ. કાદરીને આ મહિલા મળવા આવ્યા હતા અને તેઓએ કેસ કરવા અંગે માર્ગદર્શન માગ્યું હતું. આ અધિકારી ઉપરાંત મંડળના સચિવ જે.પી. પરમારે ૧૮૧ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરવાનો અભિપ્રાય આપતા આ મહિલાએ ૧૮૧ને કોલ કર્યાે હતો. તેથી દોડી આવેલી ૧૮૧ની ટીમના શિતલબેન સોલંકી, મહિલા પોલીસકર્મી ઈલાબા ઝાલાએ તેમની પાસેથી વિગતો મેળવી હતી.
ત્યારપછી આ મહિલાના પતિ પાસેથી ૧૮૧ની ટીમે પાંચ મહિનાની બાળકીનો કબજો મેળવી તેની માતાને સોંપી આપતા ભાવસભર દૃશ્ય સર્જાયું હતું. માતાએ મહિલા હેલ્પલાઈનની ટીમનો આભાર વ્યક્ત કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial