Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ચુપ્પી તોડો' અને 'પ્રતિકાર' શોર્ટ ફિલ્મ બતાવાઈ
જામનગર તા. ર૩ઃ જામનગર મનપાના કોન્ફરન્સ હોલમાં 'મહિલાઓની જાતીય સતામણી' વિષયક સેમિનાર યોજાયો હતો, જેમાં જામનગરના મેયર બિનાબેન કોઠારીએ 'ચુપ્પી તોડો' અને 'પ્રતિકાર' શોર્ટ ફિલ્મ મહિલા કર્મીઓ સાથે નિહાળી હતી.
જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખા અને જિલ્લા વિકાસ મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગર દ્વારા કાર્યના સ્થળે મહિલાઓની જાતીય સતામણી વિશેનો સેમિનાર શહેર મેયરની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકામાં યોજાયો હતો. જામનગર મહાનગરપાલિકાના મહિલા કર્મચારીઓને માહિતગાર કરવા માટે કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાવવા, તેના પ્રતિબંધ અને ફરિયાદ નિવારણની માહિતી અને માર્ગદર્શન માટે યોજાયેલા આ સેમિનારમાં જામનગર મનપામાં કામ કરતા મહિલાકર્મીઓને મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા કોઈપણ સ્થળે કાર્ય કરતી મહિલાઓ સંસ્થા, સ્થળ, વિભાગ, કચેરી, ફેક્ટરી, શાળ-કોલેજ, હોસ્પિટલમાં ૧૦ થી ઓછા કામદાર હોય અને અસંગઠિત ક્ષેત્ર હોય તો તેઓની સુરક્ષાની જાળવણી કેવી રીતે કરવી, મહિલાઓને સુરક્ષિત વાતાવરણ કેવી રીતે પૂરૃં પાડવું અને આંતરિક સમિતિની રચના કેવી રીતે કરવામાં આવે છે, તે સહિતની વિસ્તૃત માહિતી 'મહિલાઓની જાતીય સતામણી એક્ટ ર૦૧૩' અંતર્ગત જામનગર મનપાના મહિલાકર્મીઓને પૂરી પાડવામાં આવી હતી.
આ સેમિનારમાં મેયર બિનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકામાં આ પ્રકારના કોઈપણ કિસ્સા બન્યા નથી, જેનો મને ગર્વ છે. આ પ્રકારના કિસ્સાઓ અટકાવવા માટે મનપામાં પણ આ પ્રકારની સમિતિ હાલ કાર્યરત છે, જેની ઉપસ્થિત મહિલા કર્મચારીઓને જાણકારી આપી હતી. આધુનિક સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રીમ હરોળમાં કાર્ય કરતી જોવા મળે છે. આપણા વિવિધ વિભાગોમાં પણ બહોળા પ્રમાણમાં મહિલા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે, જેનો મને ગર્વ છેે.
આ સાથે જ મેયરે સેમિનારમાં 'ચૂપ્પી તોડો' અને 'પ્રતિકાર' નામની શોર્ટ ફિલ્મ મહિલા કર્મીઓ સાથે નિહાળી હતી. આ કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ શાખાના સીડીપીઓ પૃથ્વીબેન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી, સોનલબેન વર્ણાગર, ડો. કલ્પનાબેન ખંઢેરિયા, જેઅમેસીની સમિતિના પ્રમુખ ડો. કાજલબેન ચૌહાણ અને મહિલા સુરક્ષાના વિવિધ સંગઠનો, ૧૮૧ અભયમ્, સખીવન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ બેઈસ સપોર્ટ સિસ્ટમ સહિતના સંગઠનના અધિકારીઓ-કર્મચારીઓ તથા જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial