Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ર૩ઃ આઈપીએલ ર૦ર૩ ના રિંકુ સિંહએ જોરદાર પ્રદર્શન કર્યું છે અને ભારતીય ક્રિકેટનો નવો ફિનિશર બન્યો છે. રિંકુએ વર્તમાન સિઝનમાં ૧૪, મેચમાં ૪૭૪ રન કર્યા છે અને તેની સરેરાશ પ૯.રપ ની રહી છે. આ સાથે સ્ટ્રાઈક રેટ પણ ૧૪૯.પ૩ ની છે. રિંકુએ વર્તમાન સત્રમાં ચાર અર્ધસદી કરી છે જેમાં લખનૌ સામે ૩૩ બોલમાં નોટઆઉટ ૬૭ રન કરીને કેકેઆરને જીતની નજીક લઈ ગયો હતો. રિંકુની શાનદાર બેટીંગ પછી તેની ટીમ ઈન્ડિયામાં પસંદગીને લઈને પણ ચર્ચા શરૃ થઈ છે. રિંકુએ પોતે પણ લખનૌ સામેના મેચ દરમિયાન ટીમ ઈન્ડિયામાં પસંદગી અને વાત રાખી હતી.
રિંકુએ કહ્યું હતું કે, દરેક ખેલાડીનું સપનું હોય છે કે દેશ માટે રમે, જો કે વર્તમાન સમયે ટીમ ઈન્ડિયામાં પસંગી અંગે કોઈ વિચાર કરી રહ્યો નથી. તે માત્ર પોતાનું કામ અને ટ્રેનિંગ ઉપર ધ્યાન આપવા માગે છે અને ફોકસ કરીને રમતમાં સતત સુધારા ઉપર ધ્યાન આપવા માગે છે. રિંકુએ આગળ કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયામાં પસંદગી તેના હાથમાં નથી. એટલે પોતે જે કામ કરી શકે છે તે કરતો રહેશે અને પોતાની ટ્રેનિંગ ઉપર ધ્યાન આપશે. વર્તમાન સત્રમાં ગુજરાત સામે કેકેઆર વતી પાંચ છગ્ગા ફટકારી જીત આપનારો રિંકુ પોતાની ટીમનો ટોપ ફિનિશર બની ગયો છે. ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ રિંકુને ભારતની વિશ્વકપ ટીમમાં જગ્યાનો દાવેદાર પણ ગણાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial