Advertisement
Author: નોબત સમાચાર

દુકાન પાસે ચેનચાળા કરતા શખ્સની રાવ કરાતા તેના પરિવારે કર્યાે હલ્લો

મહિલાને ગામ મૂકાવી દેવા અપાઈ ધમકીઃ

જામનગર તા.૨૩ ઃ કાલાવડના સાવલી ગામમાં એક દુકાનદારે પોતાની દુકાન પાસે ચેનચાળા કરતા શખ્સની તેના પિતાને રાવ કરતા આ વેપારી પર એક મહિલા સહિત ચારે લાકડી-પાઈપથી હલ્લો કર્યાે હતો. જ્યારે ધ્રોલના ગઢડા ગામના મહિલાને રાત્રે ઘેર ધસી આવેલા બે શખ્સે ગામ મૂકી ચાલ્યા જવા ધમકી આપતા તે મહિલાએ પોલીસનું શરણું લીધુ છે.

કાલાવડ તાલુકાના સાવલી ગામમાં રહેતા અને ત્યાં જ દુકાન ચલાવતા ગફારભાઈ ઈસ્માઈલભાઈ સમાની દુકાન પાસે રેહાન નામનો શખ્સ ચેનચાળા કરતો હોય તેના પિતા ગફાર હબીબભાઈ સમાને વેપારીએ કહ્યું હતું અને રેહાનને ઠપકો પણ આપ્યો હતો.

આ બાબતથી ઉશ્કેરાયેલા રેહાનના પિતા ગફાર હબીબ સમાએ પોતાના પુત્ર રેહાન તેમજ હબીબ ઈશાક સમા, અમીનાબેન ગફાર સમાને સાથે રાખી રવિવારે સવારે ગફાર ઈસ્માઈલની દુકાને આવી લાકડી-પાઈપથી હલ્લો કર્યાે હતો. ગફાર ઈસ્માઈલે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલ તાલુકાના ગઢડા ગામમાં રહેતા મૂળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામના ભાવનાબેન મશરીભાઈ ગળચર નામના મહિલા ગઈ તા.૧૨ની રાત્રે પોતાના ઘરે હતા ત્યારે બેએક વાગ્યે ત્યાં ધસી આવેલા ગઢડા ગામના દિલીપસિંહ હઠુભા જાડેજા તથા ટેમભા ગોહિલ નામના બે શખ્સે કાલે સવારે તું અને તારો ઘરવાળો ગામ મૂકીને જતા રહેજો, નહીંતર તમને પતાવી દઈશું તેવી ધમકી આપતા ભાવનાબેને ગઈકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh