Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જર્જરિત આવાસને નોટીસ સંબંધે
જામનગર તા. ર૩ઃ જામનગરના અંધાશ્રમ નજીકના ૧૪૦૪ આવાસ યોજનાના ફ્લેટ ધારકોને જર્જરિત ફ્લેટ સેઈફ સ્ટેઈજે લઈ જવા અથવા રહેણાંક વપરાશ બંધ કરવાની મહાનગરપાલિકાની સૂચના મળતા આજે વિપક્ષના સભ્યો દ્વારા આવાસ યોજનાની મુલાકાત લેવામાં આવી હતી અને ફ્લેટ ધારકોની સમસ્યા સાંભળવામાં આવી હતી.
જામનગરના અંધાશ્રમ નજીક આવેલ ૧૪૦૪ આવાસ યોજનાના ફ્લેટ, બિલ્ડીંગ જર્જરિત બન્યા છે જે ગમે ત્યારે અકસ્માત નોતરી શકે છે. આથી મહાનગરપાલિકા દ્વારા તમામ ફ્લેટકારકોને જાહેર નોટીસ આપી જે ફ્લેટ જર્જરિત હાલતમાં હોય તેને સેઈફ સ્ટેઈજે લઈ જવા એટલે કે તેની મરામત કરાવી લેવા જે ફ્લેટ ધારકની જવાબદારી છે અથવા તો ફ્લેટનો વ૫રાશ બંધ કરવાનો રહેશે.
ફ્લેટ ધારકોના જણાવ્યા મુજબ જેઓ પાસે પૈસાની સગવડ ન હોય મરામત કરાવી શકે તેમ નથી અને રહેણાંક ઉપયોગ બંધ કરવા ભાડા પણ ખર્ચ કરી શકે તેવી સ્થિતિ નથી.
આજે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ઉપરાંત આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ, વગેરેએ આવાસની મુલાકાત કરી જર્જરિત આવાસની સ્થિતિ જાણી હતી. ઉપરાંત અમુક ફ્લેટ ધારકોની સમસ્યા જાણી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial