Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી
ગાંધીનગર તા. ર૩ઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ રપ મે ના જાહેર થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧ર સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ત્યારે ધો. ૧૦ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ રપ મે એ જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ રંંૅઃ//ખ્તજીહ્વ.ર્ખ્તિ પર પરિણામ જોઈ શકશે.
તે ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. આ વોટ્સએપ નંબર પર ૬૩પ૭૩ ૦૦૯૭૧ પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્ર અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.
પરિણામો આવ્યા પછી ગુણ ચકાસણી અને દફ્તર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે. પરિણામ પછી નામ સુધારાની દરખાસ્ત નિયમ નમૂનામાં કરવાની રહેશે.
પૂરક પરીક્ષા-ર૦ર૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યો, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
ગેરરીતિ રોકવા માટે બનાવવામાં આવેલી અધિકારીની ફલાઈંગ સ્કવોડ માત્ર ૬૦ વિદ્યાર્થીને જ પકડી શકી છે. વર્ગખંડમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની ચકાસણી બાદ બોર્ડે ગેરરીતિના કેસ અલગ તારવ્યા છે. જેના કારણે જે તે વિદ્યાર્થીના પરિણામો અનામત રાખવામાં આવશે. હવે પછી ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીને નોટીસ આપીને બોર્ડના અધિકારીઓ સમક્ષ બોલાવાશે અને તેમનો ખુલાસો મેળવાયા બાદ તેમના જવાબના આધારે ગેરરીતિના કેસ માટે નિયત કરેલા નિયમોનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કરવામાં આવશે.
ધો. ૧૦ ની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે ૭પ૯ કેસ અને સ્કવોડ, સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષણ દ્વારા ર૯ કેસ કરાયા છે. ધો. ૧ર સાયન્સમાં સીસીટીવી ફૂટેજના આધારે ર૬ અને સ્કવોડ, સ્થળ સંચાલક તથા ખંડ નિરીક્ષક દ્વારા નવ કેસ કરાયા છે. ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં સીસીટીવી ફૂટેજના આધારે ૩૪પ, અન્ય દ્વારા રર કેસ કરાયા છે. તેમાં સ્કવોડ, સ્થળ સંચાલક કે ખંડ નિરીક્ષક દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા ધો. ૧૦ અને ૧ર ના માત્ર ૬૦ વિદ્યાર્થી પકડાયા છે. જ્યારે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ગેરરીતિ કરતા ૧૧૩૦ ધોરણ ૧૦ અને ૧ર ના વિદ્યાર્થી ઝડપાયા છે. જો કે ગેરરીતિમાં પકડાયેલા કુલ ૧૧૯૦ વિદ્યાર્થીને શિક્ષણ બોર્ડ દ્વારા તેમને જવાબ રજૂ કરવાની તક આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial