Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સ નિપોન લાઈફ ઈન્સ્યુરન્સ સાથે છેતરપિંડી આચરનાર સાત સામે ફોજદારી

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીઃ મરણના ૪૫ દાખલા અંગે શંકાઃ

જામનગર તા.૨૩ ઃ રિલાયન્સ નિપોન લાઈફ ઈન્સ્યુરન્સ લિમિટેડ કંપનીમાં છેલ્લા અગિયાર વર્ષમાં કેટલાક વીમાદારોના મૃત્યુ અંગેના રજૂ કરાયેલા ક્લેઈમ અંગે મુંબઈ ઓફિસને શંકા પડ્યા પછી કરાયેલી તપાસમાં ૪૫ વ્યક્તિઓના ખોટા મરણ દાખલા  રજૂ કરી રૃા.૧ કરોડ ઉપરાંતના કલેઈમ કરી નખાયાનું ખૂલતા ખંભાળિયા સ્થિત આ વીમા કંપનીની કચેરીના સેલ્સ મેનેજર સહિત સાત સામે પૂર્વ આયોજિત રીતે છેતરપિંડી-વિશ્વાસઘાત આચરવા અંગે ફરિયાદ કરાઈ છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ રિલાયન્સ નિપોન લાઈફ ઈન્સ્યુરન્સ લિમિટેડની મંુબઈ સ્થિત કચેરીમાં ડે. મેનેજરની ફરજ બજાવતા વાસુદેવ દિગંમ્બર પુંડલિકના ધ્યાનમાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮થી વર્ષ ૨૦૧૯ દરમિયાન પોતાની કંપનીમાં કેટલાક વિમેદારોના રજૂ થયેલા મરણના દાખલામાંથી કેટલાક દાખલા ખોટા છે.

તે વિગતના આધારે ડે. મેનેજરે તપાસ કરાવા કંપનીની ખંભાળિયા સ્થિત બ્રાંચમાં છેલ્લા અગિયાર વર્ષમાં જુદા જુદા ૭૭ આસામીઓના મૃત્યુ અંગેના કલેઈમ રજૂ થયાની વિગત પ્રકાશમાં આવી હતી. તેથી તે તમામ મૃત્યુ પામનાર વ્યક્તિઓ અંગેની તપાસ કરાવાતા તેમાંથી ૩૨ વીમાધારકોના મરણના દાખલા  ખરા હોવાનું અને ૪૫ વીમાધારકોના મરણના દાખલાઓની નોંધ યોગ્ય ન હોવાથી તેઓના દાખલા ખોટા હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે વધુ ચકાસણી કરાતા કેટલીક ચોંકાવનારી વિગતો કંપની સમક્ષ ઉપસી આવી હતી.

જુદા જુદા ૪૫ વીમા ધારકોના જે મરણના દાખલા ખોટા હોવાની આશંકા ઉભી થઈ તે દાખલાઓ ક્યારે રજૂ થયા તેની તપાસણી કરાતા લાલપુર તાલુકાના મોડપર ગામના દલતંુગી વાડી વિસ્તારમાં રહેતા ભરત દેવાતભાઈ નંંંદાણીયા, જુનાગઢના રાજેશ મગનભાઈ જગતીયા, શેઢા ભાડથરના અરજણ ભીખાભાઈ આંબલીયા, કાનપર શેરડીના રામભાઈ મચ્છાભાઈ મુંધવા નામના શખ્સોએ ખંભાળિયા સ્થિત રિલાયન્સ નિપોન લાઈફ ઈન્સ્યુરન્સ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ મેઘુભાઈ ભરવાડ, ખીમાભાઈ ચાવડા અને બજાણા ગામના ધનાભાઈ રામાભાઈ નંદાણીયા સાથે મળી રિલાયન્સ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની તેમજ વીમાધારકો સાથે છેતરપિંડી કરી ૧૧ વર્ષમાં ૪૫ ખોટા મરણના દાખલા રજૂ કરી કુલ રૃા.૧ કરોડ ૩ લાખ ૧૫ હજાર ૯૨૭ની રકમના ક્લેઈમ રજૂ કરી દીધાનું ખૂલ્યું છે.

રિલાયન્સ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વીમો મેળવનાર વીમાધારકોના મૃત્યુ અંગેના બનાવટી દાખલા-દસ્તાવેજ બનાવી કલેઈમ ફોર્મ રજૂ કરી કંપની સાથે રૃા.૧ કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરવા અંગે ધનાભાઈ, ભરત નંદાણીયા, રાજેશ જગતીયા, અરજણ આંબલીયા, મુકેશ ભરવાડ તથા ખીમાભાઈ ચાવડા સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી) હેઠળ વાસુદેવ પંુડલિકે ફરિયાદ નોંધાવી છે. જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી દ્વારકા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયાએ તપાસનો દૌર સંભાળ્યો છે અને આરોપી પૈકીના ધના, ભરત, રાજેશ, અરજણ તથા રામભાઈની અટકાયત કરી લઈ પૂછપરછ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh