Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે કરી રજૂઆતઃ
જામનગર તા.૨૩ ઃ ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઓલ ઈન્ડિયા બાર એકઝામ લેવામાં આવી હતી. જેમાંથી રાજકોટ કેન્દ્રના પરિણામને રદ્દ કરી નખાતા આ મુદ્દે ફેરવિચારણા કરવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજકોટ કેન્દ્રમાં પેપર ફૂટવાનો મામલો બહાર આવ્યો હતો. તેના પગલે ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.
બાર કાઉન્સીલર ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં રાજકોટ, અમદાવાદ અને સુરતમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં એલએલબીમાં ઉત્તીર્ણ થયા પછી વકીલાત શરૃ કરતા પહેલા કોઈપણ વિદ્યાર્થીએ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે ત્યારે રાજકોટ કેન્દ્રમાં પેપર ફૂટી ગયું હોવાનો મુદ્દો પ્રકાશમાં આવતા રાજકોટ કેન્દ્રનું પરિણામ રદ્દ કરવાનો નિર્ણય બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ લઈ અમદાવાદ તથા સુરત કેન્દ્રના પરિણામો જાહેર કર્યા હતા.
રાજકોટ કેન્દ્રનું પરિણામ જ રદ્દ કરી નખાતા ત્યાંથી પરીક્ષા આપનાર સંખ્યાબંધ વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો છે ત્યારે ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય મનોજ અનડકટ તેમજ જુદા જુદા બાર એસો.ના સદસ્યોએ બાર કાઉન્સીલર ઓફ ઈન્ડિયાને રજૂઆત કરી રાજકોટ કેન્દ્રના પરિણામ અંગે ફેરવિચારણા કર્યા પછી ઓલ ઈન્ડિયા બાર એકઝામ-૧૭નું પરિણામ આપવા માંગણી કરાઈ છે. તાજેતરમાં મળેલી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની અસાધારણ સભામાં આ બાબતે ચર્ચા કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ કેન્દ્રમાંથી અંદાજે ૩ હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે. તેમાંથી કેટલાક ઉમેદવારો પેપર ફૂટવાના પ્રકરણમાં સંડોવાયેલા હોઈ શકે પરંતુ તમામ ઉમેદવારોનું પરિણામ રદ્દ કરવાથી આ પ્રકરણમાં નિર્દોષ ઉમેદવારોને પણ સજા થઈ રહી છે. ત્યારે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રાને ફેરવિચારણા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial