Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ બે બાંગ્લાદેશીઓની ધરપકડઃ મોટી આતંકી ઘટનાની ફિરાકમાં હતા
અમદાવાદઃ અલ કાયદા સંગઠન સાથે જોડાયેલા વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગુજરાત એટીએસએ વધુ બે લોકોની ધરપકડ કરી છે. તેમાં બાંગ્લાદેશના મુન્નાખાન અને આકાશખાનની ધરપકડ કરવામાં આવી છે.
મુન્નાખાન અને આકાશખાન સોજિબમિયાંના સાગરીત છે. જેમાં નારોલ અને રખિયાલ વિસ્તારમાં રહેતા બંને આરોપી ઝડપાયા છે. બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી આરોપી રહેતા હતા. તથા આરોપીઓએ અનેક લોકો પાસેથી ફંડ એકત્ર કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ભંડોળને આકાશખાન બાંગ્લાદેશ મોકલતો હતો. ગુજરાતએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. એટીએસએ સોજિબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. અન્ય કેટલાક લોકો પણ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. વિદેશમાંથી આતંકવાદી ભંડોળ એકત્ર કરવાના પુરાવા પણ મળ્યા છે. આ ગેંગ કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.
બે દિવસ પહેલા ગુજરાતમાં આતંકી હુમલાના આઈબીના એલર્ટ બાદ એટીએસએ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં ૩ શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ૩ યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. પૂછપરછમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. એટીએસએ સોજિબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ છે. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામ ાં આવતી હોવાનું સામે આવ્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial