Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૃદયરોગના હુમલા તથા શ્વાસ ઉપડતા બે પર કાળનો પંજોઃ
જામનગર તા.૨૩ ઃ જામનગરના એક યુવાન બાથરૃમમાં પડી ગયા પછી માથામાં થયેલી ઈજાના કારણે મૃત્યુ પામ્યા છે. એક યુવાનને હાર્ટએટેક ભરખી ગયો છે. કેન્સરથી પીડાતા પ્રૌઢનું શ્વાસમાં તકલીફ થયા પછી મૃત્યુ નિપજ્યું છે અને રસોઈ બનાવતી વખતે ઉલ્ટી થયા પછી બેભાન બની ગયેલા પરપ્રાંતિય શ્રમિક પર કાળનો પંજો પડ્યો છે. પોલીસે ચારેય બનાવની તપાસ શરૃ કરી છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલા સેનાનગરમાં રહેતા હરજીવનભાઈ મોહનભાઈ વણોલ (ઉ.વ.૪૭) નામના યુવાન ગઈ તા.ર૯ની સાંજે પોતાના ઘરે કોઈ રીતે બાથરૃમમાં લપસી પડ્યા હતા. માથામાં ગંભીર ઈજા સાથે સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની પાર્વતીબેન વણોલે પોલીસને જાણ કરી છે.
જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલા કર્મચારીનગરમાં વસવાટ કરતા અનિરૃદ્ધસિંહ ખેંગારજી જાડેજા નામના છપ્પન વર્ષના પ્રૌઢને ગઈ તા.૧૭ની બપોરે શ્વાસ ઉપડવા લાગતા તેઓને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ પ્રૌઢનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર બ્રિજરાજસિંહે પોલીસને જાણ કરી છે. આ પ્રૌઢને સવા વર્ષથી કેન્સરની બીમારી થઈ હોવાનંુ પુત્રએ પોલીસને જણાવ્યું છે.
જામનગરના ગોકુલનગર પાણાખાણની શેરી નં.૪માં રહેતા મકવાણા અશોકભાઈ હસમુખભાઈ નામના પિસ્તાલીસ વર્ષના કોળી યુવાનને ગઈ તા.૧૨ની સાંજે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેઓનું મૃત્યુ થયાનું રમેશભાઈ ચનાભાઈ મકવાણાએ પોલીસમાં જાહેર કર્યું છે.
ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામમાં આવેલા નિરૃભા માવુભા જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના આમતપુર ગામના વતની સુરેશભાઈ બીરજીભાઈ બામણીયા (ઉ.વ.૩૮) નામના યુવાન રવિવારે રાત્રે શાક બનાવતા હતા ત્યારે કોઈ કારણથી ઉલ્ટી થતાં તેઓ બેભાન બની ગયા હતા. સારવાર માટે ધ્રોલની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે પત્ની ધુનકીબેન બામણીયાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial