Advertisement
Author: નોબત સમાચાર

લાંચ માગનાર મહિલા તલાટી તથા વચેટિયાના બે દિ'ના રિમાન્ડ મંજૂર

રવિવારે દ્વારકા એસીબીએ પકડી પાડ્યા હતાઃ

જામનગર તા.૨૩ ઃ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના મહિલા તલાટી કમ મંત્રીએ ગામ નમૂના નં.રનો દાખલો કાઢી આપવા માટે એક આસામી પાસેથી રૃપિયા સવા લાખની લાંચ માગ્યા પછી તેમના વતી લાંચ સ્વીકારતો વચેટિયો એસીબીના હાથમાં ઝડપાઈ ગયો હતો. બંને આરોપીની ધરપકડ કરાયા પછી કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં એક આસામીએ પોતાના પિતાના જમીનના પ્લોટનો ગામ નમૂના નં.રનો દાખલો કઢાવવા માટે જામ ખીરસરામાં તલાટી કમ મંત્રી હર્ષાબેન આલાભાઈ કારેણાએ રૃા.સવા લાખની લાંચ માગ્યાની દેવભૂમિ દ્વારકા એસીબીમાં ફરિયાદ નોંેંધાવી હતી.

ફરિયાદના પગલે ગોઠવાયેલા છટકામાં રવિવારે તલાટી મંત્રી હર્ષાબેન કારેણા વતી લાંચની રૃા.સવા લાખની રકમ સ્વીકારતો જયસુખ અરજણભાઈ પીપરોતર નામનો વચેટિયો એસીબીના હાથમાં ઝડપાઈ ગયો હતો. એસીબીએ સ્થળ પરથી તેની અટકાયત કરી લીધા પછી તલાટી મંત્રીના રહેણાંકના સ્થળે દોડી જઈ ત્યાંથી હર્ષાબેન કારેણાની પણ અટકાયત કરી હતી. બંને સામે વિધિવત ગુન્હો નોંધાયા પછી રાજકોટ એસીબીના પીઆઈ આર.આર. સોલંકીએ રિમાન્ડની તજવીજ કરી હતી.

ગઈકાલે સવારે બંને આરોપીના રહેણાંકના સ્થળે ચકાસણી કરાયા પછી કોર્ટમાં રજૂ કરાયેલા બંને આરોપીના આઠ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ અન્ય કોઈ પાસેથી લાંચ લીધી છે કે કેમ? તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે.

ઉપરોક્ત દરોડા પછી દ્વારકા જિલ્લા એસીબીએ જાહેર જનતાને અનુરોધ કર્યાે છે કે, અન્ય કોઈ સરકારી અધિકારી કે કર્મચારી પોતાની સત્તાનો દૂરઉપયોગ કરી કાયદેસરના કોઈ કામ માટે લાંચ માગતા હોય તો કોઈપણ નાગરિક એસીબીના ટોલ ફ્રી નંબર-૧૦૬૪ અથવા ૦૭૯-૨૨૮૬૬૭૭૨નો અથવા ઈ-મેઈલ પર સંપર્ક કરી શકે છે અને તે અંગેની માહિતી સીડી અથવા પેન ડ્રાઈવમાં પણ એસીબીને આપી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh