Advertisement
Author: નોબત સમાચાર

નગરના લીમડાલેનમાં ચર્ચ નજીક ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ ઃ કોર્પોરેટરની મહેનત ફળી

આરસીસી પાઈપલાઈન, બોર, ચેમ્બર સહિતનું કામ શરૃ

જામનગર તા. ર૩ ઃ જામનગરના લીમડાલેન વિસ્તારમાં ચર્ચ નજીક ભરાતા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરવા માટે કોર્પોરેટર નિલેશ કગથરાની રજૂઆતને પગલે મનપા દ્વારા કાર્યવાહી શરૃ થઈ છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વર્ક હેઠળ ૬૬.પ૮ લાખના ખર્ચે ૭૦પ મીટર આરસીસી પાઈપલાઈન બિછાવાની કામગીરી ૧૦૦ ફૂટ મેઈન હોલ સાથેના ર૧ નંગ બોર તેમજ ૪૦ નંગ ચેમ્બર બનાવવાની કામગીરીનો  કોર્પોરેટર નિલેશ કગથરાની હાજરીમાં પ્રારંભ થયો છે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા લીમડાલાઈન વિસ્તારમાં ચર્ચ નજીક વર્ષોથી ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ વર્ક હેઠળ ૬૬.પ૮ લાખના ખર્ચે ૭૦૦ મીટર જેટલી પાઈપલાઈન બિછાવવામાં આવી રહી છે, ઉપરાંત ૧૦૦ ફૂટના ર૧ નંગ બોર કરીને તેમાં ૪૦ ચેમ્બર બનાવીને પાણીની સમસ્યાનો કાયમી નિકાલ થાય તે માટેની વ્યવસ્થાનો પ્રારંભ કોર્પોરેટરની હાજરીમાં કરી દેવામાં આવ્યો છે.

જામનગરના વોર્ડ નંબર ૯ માં ચર્ચ નજીકના વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, જેનો કાયમી ધોરણે નિરાકરણ લાવવા માટેની જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રક્રિયા કરવામાં આવી છે. વોર્ડ નંબર ૯ ના કોર્પોરેટર નિલેશભાઈ કગથરાની દરખાસ્તને અનુલક્ષીને મહાનગરપાલિકા દ્વારા ૮પ લાખનું ડ્રેનિંગ વર્ક અંગેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે પૈકી ટેન્ડરની રકમ ડાઉન થતાં ૬૬.પ૮ લાખનું ટેન્ડર મંજુર થયું છે.

ઉપરોકત વિસ્તારમાં ૬૦૦ એમએમ ડાયામીટરના ૬૦પ મીટર આરસીસી પાઈપલાઈન બિછાવાઈ રહી છે, તેજ રીતે ૩૦૦ એમએમ ડાયામીટરના ૧૦૦ મીટર લંબાઈના આ સીસી પાઈપને બિછાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને હાલ તે કામ પૂર્ણ થવાના આરે છે. આ ઉપરાંત ઉપરોકત વિસ્તારમાં ૧૦૦ ફૂટના ર૧ નંગ પાણીના  બોર કરવામાં આવી રહ્યા છે, જેની સાથે ૪૦ નંગ હાઉસ ચેમ્બર પણ બનાવવામાં આવી રહી છે. જેના માધ્યમથી ઉપરોકત વિસ્તારમાં ભરાતા પાણીનો સ્ટોર્મ વોટર ડ્રેનેજ સીસ્ટમના માધ્યમથી નિકાલ કરી શકાય, અને સ્થાનિક વિસ્તારના નાગરિકોની સમસ્યા કાયમી હલ થાય તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે.

આ કામ ચોમાસા પહેલાં પૂરું કરી દેવામાં આવશે, ત્યારબાદ જે સીસી રોડને હાલ ખોદવામાં આવ્યો છે, તે રોડને પણ તાત્કાલિક અસરથી નવો બનાવવા માટેની મંજુરી મળી ગઈ છે, અને જામનગરના ૭૮ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજાની)ગ્રાન્ટમાંથી તે રોડ મંજુર કરાયો છે, અને પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા પછી નવો સી.સી. રોડ પણ બનાવી લેવામાં આવશે, જેથી ઉપરોકત વિસ્તારના નાગરિકોની સમસ્યાનો આખરે નિકાલ લાવી શકાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh