Advertisement
Author: નોબત સમાચાર

નિરજ ચોપરા બન્યો વિશ્વનો નંબર-૧ જેવલીન થ્રોઅર

પોતાના કેરિયરની પ્રથમ સિદ્ધિ મેળવીઃ

નવી દિલ્હી તા. ર૩ઃ ઓલિમ્પિક ચેમ્પિયન નિરજ ચોપરા વિશ્વનો નંબર-૧ જેવલીન થ્રોઅર બન્યો છે.

ઓલિમ્પિક પેમ્પિયન નિરજ ચોપરાએ વિશ્વમાં ફરી એકવાર ધ્વજ લહેરાવવાનું કામ કર્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી હાલની મેન્સ જેવલિન થ્રો  રેન્કીંગમાં તે વિશ્વનો નંબર-૧ ખેલાડી બની ગયો છે.

નિરજ ચોપરાએ પોતાના કરિયરમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. નિરજ ચોપરાએ આ મામલે ગ્રેનાડાના દિગ્ગજ જેવલિન એથ્લીટ એન્ડરસન પીટર્સને પાછળ છોડી દીધો છે. નિરજ ચોપરા હાલમાં ૧૪પપ પોઈન્ટ્સ સાથે નવીનત્તમ વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કીંગમાં ટોપ પર છે, જ્યારે એન્ડરસન પીટર્સ ૧૪૩૩ પોઈન્ટ સાથે વિશ્વના બજા નંબરનો જેવલિન થ્રો કરનાર ખેલાડી છે. તે નિરજથી રર પોઈન્ટ પાછળ છે.

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક રિપબ્લિકનો જેકબ વાડલેજ ૧૪૧૬ પોઈન્ટ સાથે વર્લ્ડ રેન્કીંગમાં ત્રીજા સ્થાને છે. ગત્ વર્ષે ૩૦ ઓગસ્ટના રપ વર્ષિય નિરજ વર્લ્ડ રેન્કીંગમાં બીજા નંબરે પહોંચ્યો હતો, પરંતુ ત્યારપછી તે પીટર્સથી આગળ નીકળી શક્યો ન હતો, જો કે તેણે આગલા જ મહિને ગુરિકમાં ડાયમંડ લીગ ર૦રર ની ફાઈનલમાં જીત મેળવી અને ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો અને પ મે ના તેણે ૮૮.૬૭ મીટર જેવલિન થ્રો કરીને દોહા ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો જેના કારણે તે નંબર-૧ જેવલિન થ્રો કરનાર ખેલાડી બની ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh