Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' સહિત હાલારમાં ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

ગુરૂ સ્થાનોએ ગુરૂ વંદના કરવા અનુયાયીઓ-મહાનુભાવો ઉમટ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: 'છોટીકાશી' ના ઉપનામથી પ્રચલિત જામનગરમાં આજે ગુરૂ પૂર્ણિમાનાં પાવન દિને વિવિધ ધર્મસ્થાનો અને ગુરૂ સ્થાનોએ પરંપરાગત રીતે ગુરૂ પૂજન,પાદૂકા પૂજન, ધ્વજારોહણ તથા વિશેષ પૂજન અર્ચનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

શ્રી મોટી હવેલી ખાતે પૂ.પા.ગો.શ્રી. હરીરાયજી મહારાજની પ્રેરણાથી પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય તથા પૂ. પ્રેમાર્દરાયજી અને પૂ. રસાર્દ્રરામજીનાં સાંનિધ્યમાં સવારે ૧૦:૩૦થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી વિશેષ ગુરુપૂજન, સત્સંગ અને આશીર્વચનનો કાર્યક્રમ યોજાયો હતો.

શ્રી કચ્છી ભાનુશાળી સમાજ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુરુનં  પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અનેક જ્ઞાતિજનો જોડાયા હતા.

શ્રી આણદાબાવા આશ્રમનાં મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજનાં આશીર્વાદ મેળવવા માટે પણ વિવિધ સત્તાધીશો અને મહાનુભાવો તથા તેમનો બહોળો શિષ્ય ગણ પહોંચ્યો હતો. વહેલી સવારથી જ ગુરુનો ભોજન સહિતના અને કાર્યક્રમો યોજાયા હતા, અને દેશ વિદેશથી અનેક આશ્રમમાં આવી પહોંચ્યા હતા.

પ, નવતનપુરી ધામમાં પણ મહંત પૂ. કૃષ્ણમણિજી મહારાજનાં સાંનિધ્યમાં કૃષ્ણ પ્રણામી ધર્મનાં અનુયાયીઓ ગુરૂ પૂજન કરવા ઉમટ્યા હતાં. આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ અને માનવ સેવાનાં માધ્યમથી ઈશ્વરને પ્રસન્ન કરવાનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.

કિસાન ચોક નજીક આવેલ કબીર આશ્રમમાં પણ વહેલી સવારથી કબીરપંથી લોકો તથા અનુયાયીઓનું અવિરત આવાગમન રહૃાુ હતું.

અખંડ રામધૂનને કારણે વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલાહનુમાનજી મંદિરે પણ અખંડ રામધૂનનાં પ્રણેતા બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજ તથા બ્રહ્મલીન કાશ્મીરી મહારાજનાં અનુયાયીઓ દ્વારા પણ ગુરૂપૂજનની પરંપરા નિભાવવામાં આવી હતી.

આ ઉપરાંત અનેક ધાર્મિક સ્થળોએ વહેલી સવારથી જ ગુરુપૂર્ણિમાની ઉજવણી શરૂ થઇ હતી. અનેક સ્થળોએ ગુરુના આશીર્વચન, ધાર્મિક પ્રવચનો, રામધૂન, ગીતા પાઠ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેર ઉપરાંત લાલપુર, ધ્રોલ, જોડિયા, જામજોધપુર, કાલાવડ સહિત સમગ્ર હાલાર વિસ્તારમાં આવેલા આશ્રમો, મંદિરો અને ધાર્મિક સંસ્થાઓમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુવંદના કરીને ગુરુપૂર્ણિમાનું પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવવામાં આવી રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh