Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓફિસની બારીના સળીયા તોડી ચોરી કરાઈઃ
જામનગર તા. ૨૯: જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી નજીકના એક કારખાનામાં રવિવારની રાત્રે ઓફિસની બારીના સળીયા તોડી નાખી ઘૂસી ગયેલા કોઈ ચાર શખ્સે અંદરથી રૂ।.૧ લાખ ૯૦ હજાર રોકડાની ચોરી કરી છે.
જામનગરના મેહુલનગર વિસ્તારમાં વસવાટ કરતા અને નાઘેડી-લાખાબાવળના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લોટ નં.૧૨માં એમ્પેક્સ ટેકનોલોજીસ પ્રા.લિ. નામની પેઢી ચલાવતા જય રાજેશભાઈ વડારીયા નામના આસામીના કારખાનામાં રવિવારની રાત્રે ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવાઈ છે.
આ કારખાનામાં રવિવારની રાત્રે સાડા ચારેક વાગ્યે પ્રવેશેલા કોઈ ચાર તસ્કરે ઓફિસની બારીના સળીયાને વેલ્ડીંગમાંથી કોઈ હથિયાર વડે તોડી નાખી પ્રવેશ મેળવ્યો હતો. તે પછી આ તસ્કરોએ ઓફિસમાં રહેલા ટેબલના ખાનામાંથી રૂ।.૧ લાખ ૯૦ હજાર રોકડા ઉઠાવી લીધા હતા.
આ બાબતની બીજા દિવસે જયભાઈને જાણ થતાં તેઓએ ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીનો ઉપરોક્ત બનાવ સીસીટીવી ફૂટેજમાં કંડારાયો છે તેના આધારે તસ્કરોના સગડ દબાવવાનું શરૂ કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial